________________
૬૧૭
ધ્યાન
કરે છે. આ વ્યક્તિ કે વસ્તુએ તે થાડા વખત માટેની છે, પણ પ્રાણી એની ખાતર વિચારનું ધમસાણુ કરે છે. ઘણા ટૂંકા પગારવાળા માણસ કરોડો રૂપિયા મેળવવાની ઇચ્છા કરે છે અને એને અંગે અનેક તરગા કરે છે. આમાં પોતાનું માન અને આબરૂ જાળવવાનું કામ બહુ અગત્યના ભાગ ભજવી પ્રાણીને વિચારમાં નાંખે છે. તેનાથી તે તરણું પણ ભાંગતું નથી પણુ મન અનેક સ્થાનકે આથડે છે.
આ રીતે રૌદ્રધ્યાન પણ ચાર પ્રકારનાં છે. અન્ય પ્રાણીને પીડા કરવા સંબંધી ગાઠવણેા કરવી, તેવેા ઉપદેશ દેવા, કોઈ પ્રાણીને દુઃખ થાય તેની ગાઠવણ કરવી કે પાટિયા ગોઠવવા તે હિંસાનુબંધી રૌદ્રધ્યાન કહેવાય. તેમ જ અન્યને વચનમાં ફસાવવાં, જુટ્ઠી સાક્ષી આપવી અને આવાં વચનાને વિશે ખાટા પ્રયાસે કરવા, તેની વિચારણા કરવી, તેને બીજા પ્રકારનું મૃષાનદી રૌદ્રધ્યાન કહેવામાં આવે છે. જે વસ્તુ આપણી નથી, આપણા જેના પર હક નથી તે તફડાવી લેવા, પડાવી લેવા, ધણીની રજા સિવાય લેવા ગાઠવણુ કરવા વિચારણા કરવી એ સર્વ ત્રીજા ચૌર્યાનદી રૌદ્રધ્યાનમાં આવે છે. અને પેાતાની વસ્તુ કાઈ લઈ ન જાય તેને જાળવવા, સંચ કરાવવા, તિજોરીએ કરાવવા વગેરે સંરક્ષણની ગેાઠવણી કરવા માટે વિચાર કરવા તે સર્વ ચૈાથી સંરક્ષણાનદી રૌદ્રધ્યાનમાં આવે છે.
આ ચાર પ્રકારનાં આત્તધ્યાન અને ચાર પ્રકારનાં રૌદ્રધ્યાન જે દુર્ધ્યાન છે તેને ત્યાગ કરવા. ધર્મધ્યાનની વિગત ગ્રંથકાર પોતે જ આપે છે, તેવા પ્રકારનું ધ્યાન કરવું. તે અતિ મહત્ત્વના વિષય છે, જૈન તત્ત્વજ્ઞાન અથવા જૈન દર્શનનું નવનીત છે અને આખા દ્રવ્યાનુયાગના સાર છે. તે ઘણા મહત્ત્વના વિષય પ્રથમ આપણે કર્તા સાથે જોઈએ અને તે પર અવારનવાર વિવેચન કરવામાં આવશે. તે ખૂખ અગત્યના વિષય હાઈ ખાસ સમજવાની જરૂર છે. આપણે પ્રથમ ગ્રંથકર્તા સાથે તે સમજીએ.
ધધ્યાનના ચાર પ્રકારનાં નામ—
आज्ञाविचयमपायविचयं च सद्ध्यानयोगमुपसृत्य । तस्माद्विपाकविचयमुपयाति संस्थानविचयं च ॥२४७॥
અથઃ (૧) આજ્ઞાવિચય, (૨) અપાયવિચય એ એ પ્રકારના ધ્યાનને પહેાંચીને પ્રાણી પછી (૩) વિપાકવિચય અને છેવટે (૪) સંસ્થાનવિચયને પહોંચે છે. (૨૪૭)
વિવરણ—આ ગાથામાં ધર્મધ્યાનના ચાર ભેદો વર્ણવે છે. તેમનાં નામ માત્ર અહીં આપશે અને આગળ ઉપર તેમનું વર્ણન કરવામાં આવશે. આ ચાર ધર્મધ્યાનના વિભાગનું વિવેચન આવવાનું છે, તેથી ધર્મધ્યાનને અંગે હેમચંદ્રાચાયે યેગશાસ્ત્રમાં શ્રીજી રીતે પાડેલ અથવા બતાવેલ ધર્મધ્યાનના ચાર પ્રકાર જોર્ફ જઈએ,
પ્ર. ૭૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org