________________
૪૫
યતિધર્મ
વિવરણ–આ દશ યતિધર્મમાં પ્રથમ જે ક્ષમાધર્મ છે તેનું વર્ણન આ લેકમાં કરે છે. અહિંસા પરમો ધર્મ – અહિંસા ઉત્કૃષ્ટ ધર્મ છે. એનાથી પણ આગળ વધીને આ લેકમાં કહે છે કે ધર્મનું મૂળ જ દયા છે, મૂળ જ સડી જાય, બગડે કે ખરાબ થઈ જાય તે તેના ઉપર વેલે થતું નથી. તમારે વેલે ચઢાવવો હોય તે ધર્મને પકડી લે અને એ ધર્મ હાથમાં આવશે એટલે તમારે ધર્મને પાયે મજબૂત થશે અને મજબૂત પાયા ઉપર તમે ગમે તેવી બાંધણું કરી શકશે. પછી ઘર બનાવે કે મેડી-દુકાન બંધાવે તે તમારી મરજીની વાત છે, પણ તમારે કોઈપણ બંધાવવું હશે તે પાયા તે બરાબર નાખવા જોઈશે. પાયા વગર કઈ ઈમારત બંધાતી નથી. તેથી આ ધર્મના પાયાને જાળવી લે, સ્વીકારી લે અને પછી તમારી ઈચ્છા હશે તેવી કોઈ પણ પ્રકારની ઈમારત તમે બાંધી શકશે. પાયા કાચા હશે તે તમારી કઈ મુરાદ હાંસલ નહિ થાય. આ ક્ષમા દયા એ ધર્મને પામે છે અને ધર્મિષ્ઠ માણસે પ્રથમ પાયાની જ મજબૂતી કરવી.
અક્ષમાવાન–જે માણસ અક્ષમાં રાખે છે, એટલે જે માફી કરી શકતું ન હોય છેઆવા પ્રકારને ક્ષમા નહિ કરનાર માણસ ધર્મના પાયા જ સમજ નથી, પિછાની શક્યો નથી, આદરી શક્યો નથી. જે પ્રાણ દયા નથી રાખી શકતે, જે ક્ષમા નથી આપી શકતે તે ધર્મને એકડા પણ સમયે નથી. દયા વગરને માણસ કેઈપણ ધર્મ કરવાને નાલાયક થઈ જાય છે. પ્રાણીએ ધર્મ કર હોય તે દયા, ક્ષમા એ ખાસ જરૂરની વસ્તુ છે અને એ દયા રાખવામાં પૈસે બેસતું નથી. તમને કોઈ ઉશ્કેરવા ચાહે, કેઈ તમને નુક્સાન કરે તેની તમે ક્ષમા કરે, તેના વેરને બદલે વેરથી ન વળે એટલે તમે સાચા ધમ છે.
જેને ક્ષમા હતી નથી તે દયાને પણ કરતું નથી. તમે એક ક્ષમારહિત પુરુષની કલ્પના કરે તે તેને પરિણામે એ દયા વગરને પુરુષ જ લાગશે. ક્ષમા વગરને માણસ દયા ધારણ કરે એ બનવાજોગ જ નથી. જેમ દયા ક્ષમાની સાથોસાથ જાય છે તેમ અદયા અક્ષમાની સાથે જ જાય છે. એટલા માટે જે બતાવેલ છે તે યોગ્ય જ છે. આપણે તે જોઈએ.
ક્ષાંતિપર–ક્ષમા કરવાને તૈયાર. પિતા પ્રતિ કરેલા ગુનાને માફ કરવા તૈયાર અને પિતે કેઈન પ્રતિ કરેલા ગુનાના બદલામાં માફી માગવા તૈયાર. તમે વિલાયતમાં કે યુરેપમાં કેઈપણ સ્થાને ગયા છે તે I beg your pardon - હું તમારી ક્ષમા માંગુ છું એવી વાત વારંવાર સાંભળશે. એ કદાચ વચનવિલાસ હશે, પણ એ વિવેક છે. તમારા પગને કઈ અથડાઈ જાય કે તમને લાગી જાય તે પણ માફી માગવાની જે માણસ તત્પરતા બતાવે તે ક્ષમાપર – ક્ષાંતિપર કહેવાય છે.
શ્રાંતિ પર એટલે ક્ષમા કરવાની જેને લઢણું પડી હોય એટલે જે ક્ષમા નામને પ્રથમ યતિધર્મ ધારણ કરતે હોય તે જ માણસ ઉત્તમ ધર્મને આરાધી શકે છે. ક્ષમા વગરને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org