________________
યતિધર્મ
કુલમલ કર્મકલંક પખાલન, જલધર બ્રહ્મ મહંત; ખેદાહરણ ભવતરણ તરી સમ, પાતીકર બંધ કરંત. ય. ૪ અડભય ચૂરણ વંછિતપૂરણ, શિવપંથ વિM હરત; સુરકરે સાનિધ્ય કીંકરી લછી, આપદ હર ભજ સંત. યજે. ૫ પ્રભુપાલિત નવવિધ પાલે, દુરિતહર ભગવંત
બુદ્ધિ સિદ્ધિ સવિ વૃદ્ધિ દાઈ, ગભીર બંધ કરંત. ય૦ ૬ આ ટાંચણે ઉપરથી બ્રહ્મચર્યની મહત્તા ધ્યાનમાં આવી ગઈ હશે. દેવતાનું, મનુષ્યનું અને તિર્યંચ સંબંધીનું બ્રહ્મચર્ય પાળવું એ નવમે યતિધર્મ છે. એ શિયળ પાળવા માટે, બ્રહ્મચર્યની રક્ષા માટે નવ વાડ કહેવામાં આવી છે. જેમ ખેતરની રક્ષા માટે વાડ કરવામાં આવે છે, તેમ બ્રહ્મચર્યની રક્ષા માટે નવ વડે કહી છે, તે જાણીને પાળવી. આ બ્રહ્મચર્ય નામને યતિધર્મ સાધુએ અવશ્ય પાળવાને છે અને શ્રાવકોએ તેને આદર્શ રાખવા યોગ્ય છે. આ ચેથા મહાવ્રતને સ્પર્શે છે અને બહુ વિચારણીય છે. (૧૭૭). દશમા યતિધર્મ આચિન્યને વિસ્તાર–
અધ્યાત્મવિદો મુછ રિઝ વનિ નિશ્ચય | - तस्माद्वैराग्येप्सोराकिञ्चन्यं परो धर्मः ॥१७॥
અર્થ-અધ્યાત્મજ્ઞાનીઓ મૂછને પરિગ્રહ તરીકે વર્ણવે છે અને તે તે જ છે એમ ચક્કસ કહે છે, તેટલા માટે વૈરાગ્યને જે ઇચ્છતા હોય તેમને અકિચનતા એ ઉત્કૃષ્ટ ધર્મ છે. (૧૭૮).
વિવેચન–હવે આપણે છેલ્લે અને દશમે યતિધર્મ જોઈ લઈએ. એ અકિંચનતા ધર્મ છે. કોઈ પણ વસ્તુ ઉપર પિતાપણું, માલિકીપણું સ્થાપન કરવું, એ વસ્તુ કે જનાવર મારાં છે એમ કહેવું કે માનવું, તેના પર માલિક તરીકે હક્ક કરો, તેના પિતે શેઠ છે એમ માનવું કે કહેવું કે કોઈ વસ્તુ મેળવવા, પિતાની કરવા મજબૂત ઈચ્છા કરવી તે સર્વ પરિગ્રહ છે, શેઠાઈ છે, માલિકીહક્ક છે. તે આકિંચન્ય ધર્મમાં ન જોઈએ. એ આપણે વિસ્તારથી આગળ પર જઈશું. હવે ગ્રંથકાર આ સંબંધમાં શું કહે છે તે આપણે પ્રથમ જોઈ જઈએ.
અધ્યાત્મવિદ–અધ્યાત્મને જેઓ જાણે છે, આભાસંબંધી શાસ્ત્રો જે ભણ્યા છે, અને આગમના જેઓ અભ્યાસી છે તેઓ. આ અધ્યાત્મશાસ્ત્રના અનેક ગ્રંથ છે. આગમ પિસ્તાળીશમાં તેની વાત કરી છે અને આ બાબત જે હવે કહેવાની છે તેમાં સર્વ એકમત છે. અધ્યાત્મને જાણનારા નિઃસ્પૃહી મહાત્માઓ જે કહે છે તે આપણા હિતનું જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org