________________
યતિધર્મ
४८७ ગમે ત્યાં ચઢી જાય છે, પણ રીતસરનો અભ્યાસ હોય અને તેને ઉદ્યમ હોય તે પછી વસ્તુ બરાબર સમજાય છે અને મનમાં થતા આહકદુહદ્દો ટળી જાય છે.
વ્યતિકર—પરિચય. આ જીવનમાં એક મોટો પ્રશ્ન એ છે કે સેબત કેની રાખવી. દારૂડિયા, જૂઠું બોલનારા, મુખમાંથી જેમ આવે તેમ અસભ્ય બેલનારા સાથે પરિચય વધારે નહિ, પણ જે સંવિન હોય, ઉઘતવિહારી હય, સતત પોતાની ગક્રિયાને લાગી રહેલા હોય તેવાઓની સાથે સંબંધ – પરિચય કર. માણસ પરિચય – સેબતથી કે છે તે જણાય છે. અને તેના જેવા થવાને તે પણ એક માર્ગ છે. માટે સબત તે પૈસાવાળાને બદલે સારાની રાખવી. સેબત – પરિચયની અસર ઘણી થાય છે, તેથી ગમે તેવા કે શંકાસ્પદ ચાલચલગતવાળા સાથે પરિચય ન રાખ. પ્રવચનભક્તિ, જ્ઞાન – ભણવામાં ઉદ્યમ અને ખૂબ ઉદ્યમી સંવિગ્ન સાથે સંબત એ ત્રણે ઘણું સારું પરિણામ લાવે છે. માટે તે ત્રણે તરફ લક્ષ રાખવું અને પોતાની સાથે તેને જોડી દેવા. તેનું પરિણામ શું થાય તે હવે કહેશે.
વૈરાગ્ય-વિરાગતા. પતંજલિએ જે વૈરાગ્યનું વર્ણન કરેલ છે તેને ઉત્પન્ન કરનાર ઉપરની ત્રણ બાબત છે. વૈરાગ્ય કરવાની ઈચ્છા હોય તેણે ઉપર જણાવેલી ત્રણે બાબતે કરવી, વારંવાર કરવી અને એને માટે ઉદ્યમ રાખવો.
સદભાવ–કોઈ વખત પ્રાણીને સુંદર ભાવ થઈ આવે છે, તેને જાળવી રાખનાર, તેને ચાલુ રાખનાર આ દશ યતિધર્મો છે. એટલા માટે એ બરાબર સમજવા ગ્ય છે. અને સમજીને અનુસરવા યોગ્ય છે. સદ્ભાવ એટલે સુંદરભાવ.
ભાવ–સારા પરિણામ. અમુક વખતે સુંદર ભાવ થાય તેને હમેશ માટે બનાવી રાખવાના ત્રણ ઉપાયે ઉપર બતાવ્યા છે.
ધીસ્થય—–આ ત્રણે ચીજો બુદ્ધિની સ્થિરતાને ઘણી મજબૂત બનાવે છે, પ્રાણીને થિર બુદ્ધિવાળો બનાવે છે, માટે એ ત્રણેની સારી રીતે સેવન કરવી. બુદ્ધિની સ્થિરતા એકવાર થયેલ બુદ્ધિને અંગે છે. ઘણીવાર સારે વખતે શુભ બુદ્ધિ થાય છે, પણ તે હમેશા રહેતી નથી. સાધુ થતી વખતના ભાવ અલગ હોય છે અને સાધુ થયા પછી વાત જુદી છે. એકવાર સારી બુદ્ધિ થઈ હોય તે સ્થિર રીતે હમેશા જામેલી રહે તે માટે ઉપરની ત્રણે બાબતે આવશ્યક છે. આવા પ્રકારની બુદ્ધિની સ્થિરતા તથા વૈરાગ્ય અને સદૂભાવને તેમ જ સુંદર ભાવને ઉત્પન્ન કરનાર એ યતિધર્મો છે માટે તેમની વારંવાર આસેવના કરવી. (૧૮૧)
આવી રીતે આ અતિ અગત્યનું યતિધર્મનું પ્રકરણ પૂરું થયું. તમારા જેવામાં આવ્યું હશે કે યતિધર્મ દશ છે: ક્ષમા, માદવ, આર્જવ, લેભથી મુક્તિ, તપ, સંયમ, સત્ય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org