________________
પર૩
- વિવરણ–ઉપરની ગાથામાં એક જ બીજા જીવથી જુદો પડે છે તેનાં આઠ કારણ કહ્યાં છે, તે આ ગાથામાં વિગતવાર જણાવે છે.
દ્રવ્ય-ગુણેને આશ્રય દ્રવ્ય, ગુણેને જે પિતામાં આશ્રય આપે, એટલે જે ગુણને ટકાવે, પિતાના છે એમ કહેવરાવે તે દ્રવ્ય. અજીવ પણ ગુણવાન છે. દ્રવ્યની આ વ્યાખ્યા સમજવી.
કષાયધ, માન, માયા અને લેભ એ ચારના સમુચ્ચયનું નામ કષાય છે. કર્યું એટલે સંસાર. સંસારને જેમાં લાભ થાય, તે વધી જાય તે કષાય. કષાય તે મને વિકારે છે અને મહા સંસાર વધારી મૂકનારા છે.
ગ–મન વચન કાયાના ગ. દશ મનના, દશ વચનના અને કાયયેગના બાર ભેદો છે. તે હવે પછી આપણે જોઈશું.
ઉપગ-જ્ઞાન-દર્શન. આ સર્વ જીવનું સ્થાયી લક્ષણ છે. મેક્ષમાં રહેલા જીને પણ ઉપગ હોય છે. એટલા માટે તત્ત્વાર્થાધિગમમાં ઉમાસ્વાતિ મહારાજ કહે છે કે સર્વ જીનું લક્ષણ ઉપગ છે. ૩પયોગ રક્ષણમ્ (૨.૮)-ઉપયોગ એ જીવનું લક્ષણ છે. જીવ જેને આત્મા અને ચેતન પણ કહે છે તે અનાદિ સિદ્ધ સ્વતંત્ર દ્રવ્ય છે. તાવિક દષ્ટિએ અરૂપી હોવાથી એનું જ્ઞાન ઇંદ્રિય દ્વારા થતું નથી. પરંતુ તેનું સ્વસંવેદન પ્રત્યક્ષ થાય છે તથા તેનું અનુમાન કરી શકાય છે. એમ હોવા છતાં પણ સાધારણ જિજ્ઞાસુ માટે એક એવું લક્ષણ બતાવવું જોઈએ કે જેનાથી આત્માની પિછાન કરી શકાય એ અભિપ્રાયથી પ્રસ્તુત સૂત્રમાં તેનું લક્ષણ બતાવ્યું છે. આત્મા લક્ષ્ય-ય અને ઉપગ લક્ષણ-જાણવાને ઉપાય છે. જગત અનેક જડ-ચેતન પદાર્થોનું મિશ્રણ છે. એમાંથી જડ અને ચેતનને વિવેકપૂર્વક નિશ્ચય ઉપયોગ દ્વારા થઈ શકે છે, કારણ કે તરતમભાવથી ઉપયોગ બધા આત્માઓમાં અવશ્ય મળી આવે છે, જ્યારે જડમાં તે બિલકુલ હેતે નથી.
જ્ઞાન––જાણવું છે. વિશેષ વિગતથી જાણવું તેને જ્ઞાન કહેવાય છે.
દશન--સામાન્ય બેધ, જાતિ આદિને બેધ, વિશેષતા વગરને બેધ. તેને દર્શન કહેવામાં આવે છે.
ચારિત્ર–ચર્યા. પાંચ પ્રકારનાં ચારિત્ર. એનું વર્ણન આગળ આવશે.
વીય–-શક્તિ. દાન, લાભ, ભાગ, ઉપભેગ, વીર્ય (શક્તિ) આ પાંચ પ્રકારના અંતરાયને ત્યાગ કરે તે આત્માના ગુણને રોકનાર આવરણના ત્યાગ બરાબર છે.
આ આઠ પ્રકારની માગણ છે. જીવને સમજવા માટે જીવની એ આઠે પ્રકારની * માર્ગણ જાણવી જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org