________________
તવ
૫૫૧
રીલન દરમ્ |
ભવને પુણ્ય કહેવાય અને દુઃખના અનુભવને પાપ કહેવાય, પણ તે બને આશ્રવના પેટામાં આવી જાય છે, તેથી તેમને અલગ તત્ત્વ ગણવાની જરૂર નથી. તેમને મતે તો સાત છે. બીજા કેટલાક નવ તો કહે છે. આપણે પુણ્ય પાપને પ્રથમ સમજી આ મુદ્દા પર ફરી આવીશું. (૨૧૮) ત્રીજા પુણ્ય અને ચોથા પાપ તત્વનું સ્વરૂપ
पुद्गलकर्म शुभं यत् तत्पुण्यमिति जिनशासने दृष्टम् । __यदशुभमथ तत्पापमिति भवति सर्वज्ञनिर्दिष्टम् ॥२१९।। અથ-પગલિક કર્મો પૈકી જે સારા કર્મો હોય, જે સુખને અનુભવ કરાવે તેને પુણ્ય કહે છે એમ જૈન શાસનમાં દેખવામાં આવ્યું છે. અને જે અશુભ કર્મો હોય, જે દુઃખને અનુભવ કરાવે તેને પાપ કહે છે એમ સર્વ જણાવેલું છે. (૧૯)
વિવરણ–આ ગાથામાં પુણ્ય પાપનું વર્ણન આવશે. તે બન્નેને જુદાં તત્ત્વ ગણવા કે નહિ તેની ચર્ચા, પ્રથમ ગ્રંથકાર શું કહે છે તે વિચારીને કરશું.
શુભ--જેના ઉદયથી પ્રાણી સુખને અનુભવ કરે અથવા શાતાને પામે તે પુણ્ય. શાતા, સુખ, સમાધિ, આનંદ એ એને પ્રથમ પ્રકાર છે. આપણે આગળ જતાં એના અનેક બીજા પ્રકારે જોઈશું.
અશુભ-–જેના ઉદયથી પ્રાણી દુઃખને ભેગવે તે પાપ.
જિનશાસને--ગ્રંથકર્તા કહે છે કે આ વ્યાખ્યા અમારી પિતાની બનાવેલી નથી, પણ એ તીર્થકર મહારાજે કહેલા પ્રમાણે અત્ર રજૂ કરી છે. એથી એ જૈનશાસન સંમત હકીકત છે એમ જાણવું.
સવજ્ઞ--ખુદ તીર્થકરોએ એ વાત કહેલ છે તે અત્રે જણાવી છે. તે ગ્રંથકર્તા જેવા છદ્મસ્થ પ્રાણીએ કહેલ વાત નથી. પણ ખુદ તીર્થંકરની કહેલ છે.
પુણ્ય અથવા સુખને અનુભવ બેંતાળીશ પ્રકારે થાય, તે નીચે પ્રમાણે-- (૧) જેના ઉદયે પ્રાણી સુખશાતાને પામે તે શાતાદનીય કર્મ. (ત્રીજું કર્મ.. (૨) જેના ઉદયે પ્રાણુ ઉચ્ચ કુળમાં જન્મ પામે તે ઉગોત્ર (સાતમું નેત્રકર્મ) (૩-૪) જેના ઉદયે મનુષ્યની ગતિ અને મનુષ્યની આનુપૂર્વી થાય તે નામકર્મ છછું. (૫-૬) જેના ઉદયે દેવતાની ગતિ અને દેવતાની આનુપૂવ થાય તે નામકર્મ. (સદર) (૭) જેના ઉદયે પ્રાણી પદ્રિયપણું પામે તે પચેંદ્રિય જાતિ નામકર્મ. (સદર) (૮) જેના ઉદયે ઔદારિક શરીર જીવ પ્રાપ્ત કરે તે ઔદારિક નામકર્મ. (સદર).
(૯) જેના ઉદયથી વૈક્રિય શરીર છવ પ્રાપ્ત કરે તે વૈક્રિય નામકર્મ. વૈક્રિય શરીર બે પ્રકારનું—પપાતિક (દેવતા, નારકનું) અને લબ્ધિપ્રત્યયીક (અન્યનું).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org