________________
તત્ત્વ
પપ૭ (૭૨) જેના ઉદયથી સર્વ અવયવ ઘાટ વગરના અશુભ મળે તેને હુંડક સંસ્થાના નામકર્મ કહેવાય.
(૭૩) એક સ્થાનકે રહેવાપણું પ્રાપ્ત કરાવનાર કર્મ તે સ્થાવર નામકર્મ (૭૪) દષ્ટિગોચર ન થવાય એવું શરીર પ્રાપ્ત કરાવનાર કર્મ તે સૂક્ષમ નામકર્મ.
(૭૫) જેના ઉદયથી સ્વયેગ્ય પર્યાપ્તિ પૂરી કર્યા વિના જ પ્રાણ મરણ પામે તે અપર્યાપ્ત નામકર્મ.
(૭૬) જેના ઉદયથી અનંત જીવેને એક શરીર મળે તે સાધારણ નામકર્મ. (૭૭) જેના ઉદયથી શરીરના દાંત વગેરે અસ્થિર મળે તે અસ્થિર નામકર્મ. (૭૮) જેના ઉદયથી નાભિ નીચેને ભાગ સારે ન મળે તે અશુભ નામકર્મ. (૭૯) જેના ઉદયથી છવ સર્વને અળખામણે થાતે દુર્ભાગ્ય નામકર્મ. (૮૦) જેના ઉદયથી કાનને ખરાબ લાગે તે સ્વર મળે તે દુઃસ્વર નામકર્મ. (૮૧) જેના ઉદયથી જીવનું વચન લેકમાં માન્ય ન થાય તે અનાદેય નામકર્મ. (૮૨) જેના ઉદયથી લેકમાં અપકીર્તિ થાય તે અયશનામકર્મ.
આ રીતે ખ્યાશી પ્રકૃતિ પાપની છે. આશ્રવ સર્વ કર્મને લાવનાર ગરનાળું છે. તેમાં પુણ્ય પાપને સમાવેશ થઈ જાય છે. તેથી કેટલાક સાત ત માને છે. પરંતુ કેટલાક નવ તત્વે માને છે. (૨૧૯) આશ્રવ તથા સંવર તનું નિરૂપણ
योगः शुद्धः पुण्यास्रवस्तु पापस्य तद्विपर्यासः ।
वाक्कायमनोगुप्तिनिराश्रवः संवरस्तूक्तः ॥२२०॥ અર્થ–મન, વચન, કાયાના વિશુદ્ધ ગ તે પુણ્યાસ અને તેનાથી ઊલટો છે તે પાપાસવ; વાચાની, કાયાની અને મનની ગુપ્તિ કરવી તેમને પવવા) તેને સંવર કહેવામાં આવે છે. સંવર એ આસવને વિરોધી છે. (૨૨૦)
વિવેચન—આ ચાલુ ગાથામાં આશ્રવ અને સંવર તનું નિરૂપણ કરી આ તત્વના પ્રકરણને શોભાવશે. આ નવતત્વ જે સર્વજ્ઞકથિત છે તેમને સમજવા અને સમજીને સ્વીકારવા તે પ્રત્યેકની ફરજ છે, કારણ કે એ સર્વજ્ઞકથિત છે, એ કાંઈ છદ્મસ્થ કહેલ નથી. સર્વ જેવાં જેમાં તેવાં આ સાત અથવા નવ તો પિતે ગણધર મારફત બતાવ્યા છે. '
પુણય–શુભ કર્મ બાંધવાને હેતુ વેગશુદ્ધિ છે. યુગ એટલે મન, વચન, કાયાના વ્યાપાર. કર્મબંધનના જે ચાર પ્રકાર અગાઉ કહ્યા છે તે પૈકી યેગે આશ્રવને અંગે ઘણો અગત્યને ભાગ ભજવે છે.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org