________________
૫૯૦
પ્રશમતિ વિવેચન સહિત સ્થિત થયેલા છે તે પ્રાણીને આ લાકમાં દેવલાકમાં અને મનુષ્યલેાકમાં સરખાવી શકાય એવી —તેના સુખના સંબંધમાં કોઇ ઉપમા આપી શકાય તેવી કોઈ ચીજ નથી. (૨૩૫-૨૩૬) વિવરણ—આ એ શ્લોકમાં પ્રશમસુખના અભિલાષી માણસા કેવા હેાય તેનું વણુન કરવામાં આવ્યું છે. એ વર્ણન ઉપરથી પ્રથમ સુખ કેવું હોય તેનું લક્ષણ આપે।આપ સમજી જવું.
સ્ત્રગુણાભ્યાસરતમતિ—પ્રશમસુખના અભિલાષી માણસો પેાતાના જે આત્મિક ગુણે! હાય તેના જ આખા વખત વિચાર કરે. એનું સર્વાધિક ધ્યાન આત્મિક ગુણા કેવા હાય તેની વિચારણામાં લાગી ગયેલું હોય છે. એને ખાવાનું કે ન્હાવાનું કે બીજું કઈ કામ ગમે નહિ, પણ પોતાના આત્મિક ગુણાને આળખી આખા વખત તેમાં પડ્યા ને પાથર્યા રહે. એને બીજી વાત સૂઝે નહિ, ખીજામાં રસ પડે નહિં અને આખા વખત આત્મિક ગુણમાં જ અને તેને પ્રાપ્ત કરવાના કાર્યોંમાં ઘુક્ત રહે. એનું તે સર્વ વખતનું કામ આત્મિક ગુણની પ્રાપ્તિમાં જ હાય છે. આ પ્રશમરસમાં પડેલા માણસનું પ્રથમ અને ભારે મહત્ત્વવાળું અને રહસ્યથી ભરપૂર વર્ણન છે.
પરવૃત્તાંત-પારકાની વાત સાંભળવાને અગે અથવા વાતા કરવાને અગે એને સમય જ ન મળે. એ તે આત્મિક ગુણમાં એટલે લાગી ગયા હેાય કે પારકી પંચાત કરવાના અને જરાયે વખત જ ન મળે અને તે માટે એને ફુરસદ જ ન મળે.
પણ નથી. આંધળા કે
અધિર-મહેરા. આવા પ્રશમસુખના રસિક માણસ બીજાની વાત કરવાને ગે આંધળા મૂંગા અને બહેરાના જેવું વર્તન કરે. અહેરા પાસે તમે અનેક યાગ્યાયેાગ્ય વાત કરો, એ તે કાંઈ સાંભળતા કે સમજતા નથી, સાથે તે મૂ ંગે। હાય એટલે કાંઈ ખેલતા " પશુ નથી, અને આંધળાની પેઠે એ કશું જોતા એને આત્મિક વાતની જ લય લાગે છે. એટલે બીજી વાર્તામાં એ મૂગા બહેરા જેવા જ છે એમ સમજવું, પરવૃત્તાંતમાં ગુણની વાત પણ આવે. આ પ્રશમરસમાં જેને લગની લાગેલ હાય તેને તે પાતાના આત્મિક ગુણા તરફ એટલું બધું બકધ્યાન હોય છે કે એ પારકાની સારી કે ખરાબ વાતા અધ, બહેરા કે મૂંગાની માફક સાંભળતે ખેલતે અને જોતા જ નથી. અદૃષ્ય—ન ઘસાય તેવા. છ વસ્તુના નામે આ ગાથામાં લીધા છે, તેમાંની એક કે વધારે કઈ વસ્તુ એને ઘસી શકે નહિ તેવા તે પ્રશમરસમાં તત્પર પ્રાણી હાય. એક હીરાને હીરા જ ઘસે છે, એને ઘસવાનું ખીજુ કોઈ યંત્ર મળ્યું નથી. આ પ્રશમરસમાં ડૂબી ગયેલા પ્રાણી તે એ વસ્તુઓથી પણ ઘસાતા નથી. એ તે પેતાના રસિક પદાર્થ ભલે। અને તેની વાત ભલી. એ જરાપણ ઘસાતા નથી, ઘસી શકાતે પણ નથી. પાઠભેદ ‘અસ્પૃષ્ય’.
સદ-અહુ કારથી બીજા પ્રાણી ઘસાય છે, અભિમાન ઉપર ચઢી જાય છે. પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org