________________
૬૦
પ્રશમરતિવિવેચન સહિત
સૂર્યના મંદિરમાં ગયા, ત્યાંથી આંખા ચાળતાં ચાળતાં પૂજાના સામાન લઈ બહાર નીકળ્યા. એમ ઘણા મ`દિરે ગયા. છેવટે જિનેશ્વર દેવના મંદિરે ગયા. ત્યાં એના દિલને શાંતિ થઈ. કોઇ સ્ત્રીના સહવાસ નહિ, ભવ્ય અને શાંત મુદ્રા જોઇ સ્તુતિ કરી. રાજાએ પૂછ્યું ત્યારે જવાબ આપ્યા કે ગૃહસ્થી પણ સ્ત્રી સાથે હોય ત્યારે પડદો રાખે છે. તેથી મે કૃષ્ણને રાધા સાથે જોઇ શરમથી પડદો બાંધ્યા અને સૂર્યંના મદિરમાં હું જ તેજથી ઝાંખા પડી ગયા અને વીતરાગના સર્વ ગુણુ તે મેં જિનેશ્વરમાં જ જોયા તેથી તેની પુજા
કરી. ત્યાં એક લેાક ખેલે છે.
प्रशमरसनिमग्न दृष्टियुग्मप्रसन्न, वदनकमलमङ्कः कामिनी संगशून्यः । करयुगमपि यत् ते शस्त्रसंबन्धवन्ध्य, तदसि जगति देवो वीतरागस्त्वमेव ॥
ભગવાનની મૂર્તિ સમતારસમાં-પ્રશમમાં મગ્ન થયેલ છે. તારી બંને આખા પ્રસન્ન છે, તારા ખાળે સ્ત્રીસંગ વગરના છે, હાથમાં કોઈ જાતનું શસ્ર નથી, માટે તું જ આ જગતમાં ખરી વીતરાગ છે. આમાં પ્રશમરસની મહત્તા ખતાવી છે. આ આખા લેાક વિચારણાને જગાવે તેવે છે અને વીતરાગતા કથાં હોય તે બતાવનાર છે. અનેક દેવાની એમાં ટીકા છે, પણ તે સર્વ વાસ્તવિક છે અને ધનપાલે અંતે વીતરાગની પૂજા કરી તેની સમુચિતતાના ખચાવ છે. પ્રશમનું સાચું વાસ્તવિક દર્શન તે આ શ્લોકમાં કરાવે છે.
આ વનમાં એએક ખાખતા પર ખાસ ધ્યાન ખેંચવા જેવું લાગે છે. એક તા આ પૌલિક લેાકમાં કોઈ એવી વસ્તુ નથી કે તેને પ્રશમસુખની સાથે સરખાવી શકાય. જ્યાં ઉપમા આપવા યાગ્ય વસ્તુના જ અભાવ હાય તે કેવી ઊંચી વસ્તુ હશે અને કેટલી મૂલ્યવાન હશે તે અનુભવવાથી જ જાણી શકાય. એ કાંઈ જેવી તેવી સાધારણુ ચાલુ કે વહેવારુ વાત નથી. એની સરખામણીમાં મૂકી શકાય તેવી કોઈપણ વસ્તુ આ લેકમાં અને દેવલાકમાં છે જ નહિં, મતલખ તે મહામૂલ્યવાન ભારે વસ્તુ છે. આવું પ્રશમસુખ છે તે ખાસ લક્ષમાં રાખવાનું છે, બાકી તા જ્યારે એ સુખ મળશે ત્યારે જ તેના અનુભવ થશે અને ત્યારે જ તેનું મૂલ્ય સમજાશે. બીજી મહત્ત્વની વાત કરી છે તે એ છે કે એ બજારુ પદાર્થ ન હેાવાથી તે પૈસા આપીને – મૂલ્ય આપીને ખરીદી શકાય તેવી વસ્તુ નથી. વસ્તુના ભાવ ખપ અને છત ઉપર આધાર રાખે છે, એમ અર્થશાસને અંગે આપણને ભણાવવામાં આવ્યું છે. પણ આ પ્રશમ તે એવી ચીજ છે કે એ બજારમાંથી ખરીદી શકાતી નથી. એટલે આ પ્રશમ ખરીદવાની કે વેચવાની વસ્તુ નથી. એ તો અંતરાત્માને સ્વાનુભવ છે. આ એ વાત ખાસ ધ્યાનમાં રાખી સમજવા યોગ્ય છે. બાકી માણસા અહીં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org