________________
૬૦૧
પ્રશામ એવી રીતે જીવન ગાળતા હોય છે કે તેને અભ્યાસ કરતાં તેઓની આ જિંદગીનું રહસ્ય જરાએ સમજાતું નથી. સવારથી મોડી રાત સુધી આંટા મારવા, નકામી વાતેમાં વખત પસાર કરવો, પિતાના જાણીતાની સાચી ખોટી વાતે કરવી, કઈ વાત જાણી હોય તેના સાચાપણા સંબંધી તપાસ કર્યા વિના તેને ફેલાવવી અને આખો દિવસ કે રાત કાંઈ ઉપગી ચીજ કર્યા વગર મરી જવું. આ એમના જીવનને ક્રમ હોય છે. તેઓ પિતાની વાત બનાવી બનાવીને એવી રીતે કરે છે કે જાણે દુનિયાને અનુભવ તેમને જ છે અને બીજા બધા તે નકામા પથરા ભાંગે છે. આવા માણસના જીવન જોઈ ખરેખર દયા આવે તેવું છે, પણ આપણે પિતે તેમાંના એક કેમ ન હોઈએ? પિતાના જીવન ઉપર પારાશીશી મૂકવાથી આ વાત જણાશે. પ્રશમસુખને આટલું બધું લખાયું છે તે આવી નકામી જિંદગીને ગાળવા કરતાં પ્રશમસુખને જરા આસ્વાદ કરી લે. એ તમને સ્વાનુભવથી મળશે, બજારમાં એ ધન આપીને ખરીદાય તેવી વસ્તુ નથી અને જ્યારે અનુભવી માણ સેએ એનાં આટલાં વખાણ કર્યા છે તે તે ખાસ મેળવી માણવા જેવું જરૂર હશે. તેથી આ નિરુપમ સુખને અનુભવ આ ભવમાં કરવા વિચાર કરે.
તે માટે અનુકૂળ દેશ, સમજણશક્તિ અને ફુરસદ છે તે તેને લાભ લઈ પ્રશમસુખની વાનગી તે જરૂર ચાખવી અને સમજવું કે આ અવસર ફરી ફરીને નહિ આવે. અત્યારને વખત આપણે માટે ખેટ નથી. તેને લાભ લે. યાદ રાખવું કે આ જ પ્રશમે આ પુસ્તકને પોતાના નામને આપ્યું છે અને ઉમાસ્વાતિ જેવા નિઃસ્વાર્થની તેને માટે સાક્ષી અને પ્રેરણા છે.
ને રતિ ઝરાનગર પમ્ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org