________________
શીલાંગ
૬૦૩ અક્ષર એ છે લખાય તેને પુત્રજન્મ સમ વધામણું ગણે છે, એટલે લખનારે કેટલાં પાનાં લખ્યાં તે પર તેનું મહત્ત્વ નથી, પણ શું લખ્યું અને કેવું હૃદય પર અસર કરનાર લખ્યું તે પર તેની ફતેહને ઘણો આધાર છે. માટે આ નાના પ્રકરણની મહત્તા જોઈ તેના પર સવિશેષ ધ્યાન આપવું અને તેમાંથી સારતત્વ તારવવું. આ પ્રકરણ સાધુને માટે તે જીવન સમાન છે, અને શ્રાવકને અને અન્યને માટે પણ અતિ ઉપયોગી વાચન પૂરું પાડે છે.
એટલા માટે આ શીલાંગોને અને તેના ઉત્તર પ્રકારોને સારી રીતે સમજવા અને ન સમજાય તે અન્યને કે ગુરુને પૂછીને સમજવાં. આ શીલાને ઉવેખી ન મૂકવા. આ શીલાંગે જીવનનું મજબૂત ઘડતર કરવા જરૂરી છે, વળી તે પિતાને જ હિતકર્તા છે અને અવાંતરે અન્યનું પણ તેમાં હિત રહેલું છે. પિતાના લાભની દષ્ટિએ અને કાંઈક બીજાને લાભ એથી કરી શકાય છે તે દષ્ટિએ એ ઘણું ઉપયોગી બાબત છે. તેથી, જેમ પાછું સપાટી ઉપરથી ચાલ્યું જાય અને પિતે તે કેરે ધાકોર રહી જાય એ સ્થિતિ ન થવી જોઈએ. આ પ્રાણી ઘણા વખતથી રખડ્યા કરે છે તેનું કારણ આ જાતની ઉપેક્ષાવૃત્તિ છે. ઘણા ગંભીરપણે આ શીલાગે સમજવા, ધારવા અને અનુસરવા ગ્ય છે અને સ્વલાભ ખાતર એ જરૂરી છે. આપણે સર્વ ક્રિયા સ્વલાભ ખાતર જ કરવાની છે કારણ કે પારકાને કે પરને લાભ થાય કે નહિ એ સંદેહયુક્ત વાત છે. પરને લાભ થઈ જાય તે પણ અંતે સ્વલાભમાં પરિણમે છે. પરલાભ પણ તેટલા માટે સ્વલાભ છે. માટે આ શીલાને વિગતવાર સમજીને આદરવા અને અમલમાં મૂકવા અને જ્યાં અમલ ન કરી શકાય ત્યાં પણ અમલમાં મૂકવાને ભાવ તે જરૂર રાખ. મહાન લાભ કરનાર શીલાંગે છે. તે કેવી રીતે થાય છે તે સમજી આપણે તેનું મહત્વ ફરીવાર આ પ્રકરણના અંતભાગમાં વિચારીશું. દરમ્યાન આ દ્રવ્યાનુયેગને ઘણે અગત્યનો વિષય છે એટલું જણાવ્યું. જે પુરુષે શીલાંગ જીવી જાણ્યા છે અને અમલમાં મૂક્યા છે તેના શબ્દો આપણે જોઈએ, વિચારીએ અને એનું મહત્વ સમજીએ અને ન સમજાય છે અને પૂછીએ, ગુરુગમે જાણીએ અને તેની વિચારણા કરીએ.
ગ્રંથકારના શબ્દ આ રહ્યા. ખૂબ વિચારવા 5 આ નાનું પ્રકરણ છે અને ખાસ વિચારણા માગે છે. સાધુનું તે જીવન છે અને શ્રાવક અથવા અન્યને તે ભાવનાનું સાધન પુરું પાડે છે. શીલાંગને પ્રવેશાવે છે–
सम्यग्दृष्टिानी विरतितपोध्यानभावनायोगैः ।
शीलाङ्गसहस्राष्टादशकमयत्नेन साधयति ॥२४४॥ અથ–સમ્યગદષ્ટિ જ્ઞાનવાના પ્રાણ ત્યાગભાવ, બાહ્ય અને આંતરિક તપ તથા શુભ વૃત્તિ અને ભાવના વડે અઢાર હજાર શીલાંગને વગર પ્રયાસ સાધે છે. (૨૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org