________________
શીલાંગ
આ યંત્રમાં ખૂબી એ છે કે એને પદ્યબંધ તરીકે ગણી શકાય છે અને રથની આકૃતિમાં છે. અઢાર હજાર શીલાંગરથના ઘેરી એટલે એ રથને ઉપાડનાર મુનિ ગણાય છે. આ રથની આકૃતિ જ થાય છે.
અહીં અઢાર હજાર ભેદ સ્પષ્ટતાથી નથી બતાવ્યા.
મેં ઉપમિતિભવપ્રપંચ કથા પ્રથમ ભાગ ભાષાંતર પૃ. ૯૨ ઉપર નેંધ કરી છે તે પ્રવચનસારોદ્ધાર ઉપરથી જ કરી છે. તે ઉપગી લાગવાથી અહીં તે દાખલ કરી છે. નેટ નીચે પ્રમાણે છે.
શીલાંગ–શીલ એટલે શુદ્ધ વર્તન, અત્યુત્તર ચારિત્રનાં અંગે. એના અઢાર હજાર વિભાગ પાડવામાં આવ્યા છે. અને તેને રથને આકાર ચિતરવામાં આવ્યા છે. તે આકાર બરાબર સન્મુખ રાખવાથી અઢાર હાર ભેદ રથના આકારમાં બતાવી શકાય. ત્રણે યેગ, ત્રણ કરણ, ચાર સંજ્ઞા, પાંચ ઇંદ્રિય, પૃથવીકાય વગેરે દેશ અને દશ સાધુધર્મ–ચતિધર્મ એના મેળાપથી (ગુણકારથી) અઢારહજાર શીલાંગ થાય છે. તેનું વિવેચન શ્રી પ્રવચનસારોદ્ધારગ્રંથ (પ્રકરણરત્નાકર ભાગ ૩જે પૃ. ૩૩૯) માં કર્યું છે અને ત્યાં એક યંત્ર આપ્યું છે. તે જોવાથી ૧૮ હજાર શીલાંગના ૧૮,૦૦૦ કલેક બનાવી શકાય તેવું છે. જિજ્ઞાસુએ આ ભાગ તે પુસ્તકમાંથી જરૂર વાંચી જવા યોગ્ય છે. એ લેખકની વિશિષ્ટ શક્તિનું ભાન કરાવે છે. પ્રસ્તુત અઢાર હજાર ભેદ કેવી રીતે પડે છે તે આપણે અહીં વિચારી જઈએ.
૧. લેગ ત્રણ છે—મનગ, વચન અને કાયાગ. ૨. કરણ ત્રણ છે–કરવું, કરાવવું અને અનુમેદવું. ૩. સંજ્ઞા ચાર છે–આહારસંજ્ઞા, ભયસંજ્ઞા, પરિગ્રહણસંજ્ઞા અને મૈથુન સંજ્ઞા. ૪. ઇન્દ્રિય પાંચ છે—સ્પશેદ્રિય, રસેંદ્રિય, ઘાણેદ્રિય, ચક્ષુરિંદ્રિય અને શ્રોત્રંદ્રિય.
૫. પૃથ્વીકાયાદિ દશને આરંભ થાય છે–પૃથ્વીકાય આરંભ, અપકાય આરંભ, તેઉકાય (અગ્નિ), આરંભ વાઉકાય આરંભ, વનસ્પતિકાય આરંભ, બેઈદ્રિય આરંભ, તેઈદ્રિય આરંભ, ચૌરિંદ્રિયારંભ, પંચંદ્રિયારંભ અને અજીવઆરંભ.
૬. યતિધર્મ દશપ્રકારે છે–ક્ષમા (ક્રોધત્યાગ), માર્દવ (માનત્યાગ), આર્જવ (માયા ત્યાગ), મુક્તિ (લેભત્યાગ), તપ, સંયમ, સત્ય, શૌચ (પવિત્રપણું), અકિંચનતા (ધન પર નિસ્પૃહતા) અને બ્રહ્મચર્ય.
આ છમાંથી દરેકના એક એક વિભાગ લેવાથી એક શીલાંગ થાય છે. દાખલા તરીકે પ્રથમ ભેદ આવી રીતે થાય? “મને કરી આહારસંસા રહિત થઈ શ્રોત્રક્રિય સંવર કરી પ્ર. ૭૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org