________________
પ્રશમરતિ વિવેચન સહિત તે વિરોધ હોય ત્યારે જ થાય. આ પ્રશમરસમાં નિમગ્ન પ્રાણીને કોઈની સાથે કલહ નથી, કોઈની સાથે વાંધો નથી, એ કોઈનું બૂરું ઈચ્છતું નથી.
જિતેન્દ્રિય–આ પ્રશમસમાં મગ્ન થયેલ પ્રાણીએ પિતાની પાંચે ઈદ્રિય (સ્પર્શન, રસન, પ્રાણુ, ચક્ષુ અને શ્રોત્ર) પર ખૂબ વિજય મેળવ્યું હોય છે. એણે ઇન્દ્રિય પર સામ્રાજ્ય મેળવેલ હોય છે. ઇંદ્રિય પર વિજય મેળવનાર જીતેન્દ્રિય કહેવાય છે.
પરિષહ--આગલા પ્રકરણ નવમાં બાવીશ પરીષહનું વર્ણન થઈ ગયું છે. આ બાવીશ પરિષહ એણે જીતેલ છે. પરિષહ શબ્દ પરિષહ અને પરીષહ એમ બે રીતે લખાય છે. એમાં અનુકૂળ પરીષહે તે ખમે છે અને પ્રતિકૂળ પરિષહ ઉપર એણે વિજય મેળવેલ હોય છે. એ ગમે તેવા પરીષહ આવે તેથી ગભરાતે નથી, આવી છત એણે પરિષહ પર મેળવેલ હોય છે.
કષાય-ક્રોધ, માન, માયા અને લેભ પર પણ એણે વિજ્ય મેળવેલ હોય છે. એ કષાયથી થતે સંસારને લાભ સમજે છે અને તે કષાય કરવાને પ્રસંગ આવે ત્યારે પણ ચેતીને ચાલે છે, કદી કષાય કરતું નથી અને આ રીતે એણે કષાય પર વિજય-જીત પ્રાપ્ત કરેલ હોય છે.
આ પ્રશમરસમાં મગ્ન પ્રાણી હોય છે. અને તેના ઉપરથી પ્રશમરસ કે હોય તેની વ્યાખ્યા શોધી કાઢવાની છે.
- આ પ્રાણ પિતે સુખી રહે છે, બીજાને સુખી કરે છે અને તે બને નહિ તે અસુખી થતું નથી અને બીજાને કરતા નથી. (૨૪૧) પ્રશમીનું બાકીનું વર્ણન--
विषयसुखनिरभिलाषः प्रशमगुणगणाभ्यलंकृतः साधुः ।
द्योतयति यथा न तथा सर्वाण्यादित्यतेजांसि ॥२४२॥ અર્થ-વિષયસુખની અભિલાષા વગરના અને સમતા ગુણેથી અલંકારાયેલા સાધુ પુરુષ સર્વ સૂર્યના તેજથી પણ એવા વધારે રીપે છે, શોભે છે કે સર્વ સૂર્યોનું તેજ પણ તેમની આગળ ઝળકાટ મારતું નથી. (૨૪૨)
વિવેચન –આ ગાથામાં પ્રશમીનું અદ્દભુત વર્ણન કરે છે. તે આગલી ગાથાનું પૂરક છે.
વિષય--પાંચ ઇંદ્રિયના તેવીશ વિષયે થાય છે. આમાંના કોઈ પણ ઇંદ્રિયના વિષ યની સાધુપુરુષ અભિલાષા-ઇચ્છા કરતા નથી.
ગુણ—–એમનામાં રહેલા અનેક સગુણે એમને એટલા બધા અલંકરી રહેલ હોય છે કે એ સત્ય, દયાળુતા, સમતા, પ્રશમ, પરકથાત્યાગ, આદિ અનેક ગુણેથી ખૂબ શોભતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org