________________
પ્રશમે લાગતું નથી. એ તે પિતાના અંતરનાદમાં મસ્ત રહી આનંદ ભગવે છે અને કાલે શું કે ઘડીકવાર પછી શું થશે તેની ચિંતા કરતું નથી.
સુખી–આ ગુણસંપન્ન જે પ્રાણી હોય તે હંમેશને સુખી છે. નિજાનંદમાં મસ્ત અને કાલની ફિકર ચિંતા વગરના પ્રાણીને દુઃખ શું હોય? કાલની વાત કાલ કરે એવું આવા પ્રશમરસમાં મગ્ન પ્રાણીનું આનંદમય જીવન હોય છે. આવા પ્રશમરસમાં લહેર કરતા માણસને તે એકવાર દર્શનપથમાં લાવ ઘટે. એને દર્શન પણ પવિત્ર છે, આપણને પણ પવિત્ર કરનાર નીવડે છે. આવા સુખી માણસને જેવા જોઈએ, તેમનું અનુકરણ કરવું જોઈએ. એવા સુંદર માણસનું જીવન ધન્ય છે. આ કે હોય તે આવતી બે ગાથામાં પણ વર્ણવશે. (૨૪૦). પ્રશમરસમાં નિમગ્ન પ્રાણીનું વર્ણન
धर्मध्यानाभिरतस्त्रिदण्डविरतस्त्रिगुप्तिगुप्तात्मा ।।
सुखमास्ते निर्द्वन्द्वो जितेन्द्रियपरीषहकषायः ॥२४१॥ અથ–ધર્મધ્યાનમાં લાગી ગયેલ, ત્રણ પ્રકારના દંડથી પીછે હઠેલ, ત્રણ ગુપ્તિથી રક્ષાયલે અને જેના સર્વ પ્રકારનાં દ્વા ગયેલાં છે એવે, જીતેલ ઇદ્રિયવાળ, તેલ - પરીષહવાળે અને જીતેલ કષાયવાળે આત્મા પ્રશમસુખમાં મગ્ન છે. (૨૪૧)
વિવેચન—આ ગાથામાં પણ પ્રશમસુખમાં મગ્ન થયેલ પ્રાણીનું વર્ણન કરી તે દ્વારા પ્રશમસુખ કેવું હોય તે આગળની માફક પૂરક રીતે બતાવે છે.
ધમયાન–આ ધર્મ સુધ્યાનના બે રીતે ચાર ભેદ થાય છે અને તે કેવા હોય તેની વિગત “જૈન દષ્ટિએ ગ” ભાગ ૧ લામાં આપવામાં આવી છે. સંક્ષેપમાં તેને આજ્ઞાવિચય, અપાયવિચય, વિપાકવિચય અને સંસ્થાનવિચય અથવા પિંડસ્થ, પદસ્થ, રૂપ અને પાતીત એમ ચાર ચાર વિભાગો પડે છે. વિગત માટે સદર પુસ્તક જુઓ.
ત્રિદંડ–મનના, વચનના અને કાયાને દુષ્ટ દંડથી રહિત થયેલે, એટલે જે ખોટું કે મારું ચિંતવે નહિ, બોલે નહિ અને તે નહિ. એ ત્રણ રીતે એકસરખે વતે. એ - વિચારે જુદું, બોલે બીજું અને વતે જુદી રીતે એમ પણ નહિ. એ મનથી વચનથી અને કાયાથી એકસરખે રહે અને એકસરખી ક્રિયા કરે.
ત્રિગુપ્તિ અને આત્મા મનગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિથી સારી રીતે - રક્ષાયેલું હોય છે. એને મન, વચન અને કાયા સારી રીતે પિતાને વશ હોય છે. '
- નિન્દ્ર–એના કલહ અથવા વૈરવિરોધ કે એવા સામસામાં તો ગયેલાં હોય છે. એને કેઈની સાથે કલહ કે એને કઈ સાથે મારામારી કે ચડભડપણું હેતું નથી. કલહ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org