________________
પટર
પ્રશમરતિ વિવેચન સહિત સુસ્થિત-જે એવા પ્રકારનું પ્રાણી હોય છે તે સદાચારમાં સારી રીતે જામી ગયેલ અને થિત થઈ ગયેલ હોય છે. આવા ધર્મમય જીવનવાળા પ્રાણીની વાત
ઔપ—ઉપમા. આવા પ્રકારના પ્રાણીને કોની ઉપમા આપવી ? આ દુનિયામાં કે દેવલોકમાં તેમની સાથે – તેમના સુખ સાથે સરખાવી શકાય એવું કઈ પ્રાણી પણ નથી અને પદાર્થ પણ નથી. તે તે અકથ્ય માણસે છે. એ તે ન લે તે પણ પિતાના જવલંત દૃષ્ટાંતથી ઉપદેશ આપે છે.
દેવમનજ–તમે આવા મનુષ્યને સરખાવવા પદાર્થ શોધે તે દેવલેકમાં કે મનખેલકમાં શે, પણ જેની સાથે એની સરખામણું કરી શકાય તે કોઈ પ્રાણી કે કઈ પદાર્થ જ નથી. “જીસકે પરંતર કે નહિ ઉસકા ક્યા મલા” એ વાક્યના વિવેચનમાં આ વિષય ઉપર પૂરતું વિવેચન થઈ ગયું છે, (જુઓ આ પદ. આનંદઘન ભાગ ૧ ). પ્રશમરસની આકાંક્ષા રાખનાર પ્રાણી તદ્દન જુદી જ ભાત પાડે છે. (૨૩૫-૨૩૬) પ્રશમસુખની પ્રશંસા શા માટે–
स्वर्गसुखानि परोक्षाण्यत्यन्तपरोक्षमेव मोक्षसुखम् ।
प्रत्यक्ष प्रशमसुखं न परवशं न व्ययप्राप्तम् ॥२३७॥ અર્થ–સ્વર્ગનાં સુખ તે પરોક્ષ છે અને મોક્ષનું સુખ તે તેનાથી પણ તદ્દન પરોક્ષ છે, પણ પ્રશમનું સુખ તે પ્રત્યક્ષ છે, તે પારકાને આધીન નથી, અને પૈસા આપીને ખરીદવાનું નથી. (૨૩૭).
વિવેચન--સમજ સાણસને ઉદ્દેશીને કહે છે કે પ્રશમસુખની પ્રાપ્તિ પ્રમાણમાં સહેલી છે. એ યુક્તિપુરઃસર બતાવે છે.
પરોક્ષ–સ્વર્ગના સુખે તે કોઈએ નજરે જોયાં નથી. એ તે બીજા પ્રાણીએ જવાનાં છે. આપણી પિતાની નજરે તે આ આંખએ અને શરીર વડે તે દેખી શકાવાનાં નથી. એને માટે પ્રયાસ કરે તે ઉચિત નથી. જે વાત નજરે ન ચડે તે કલ્પનામાં માનવી પડે, તેનાં કરતાં જે સુખ પ્રત્યક્ષ હોય તે શા માટે ન લેવું?
અત્યંતપરોક્ષ–અને મોક્ષને માટે ઘણા પ્રયાસ કરે છે, પણ એ સુખ તે સ્વર્ગના સુખથી પણ વધારે, અરે તદ્દન પરોક્ષ છે. મેક્ષ મળશે ત્યારે સુખ ભેગવશું એવી “બાપ મરે ઔર બલ બાગે' જેવી વાત કરવાની પણ જરૂર નથી. એ તે કોણે જોયું છે ? અને મળશે ત્યારની વાત ત્યારે, અત્યારે એની ખાતર પ્રયત્ન કરી તે પાછળ પડવું એમાં ડહાપણું કે અક્કલ શું છે? આવા પરોક્ષ અને ખૂબ પરેક્ષ સુખ પાછળ ધમપછાડા કરવા એ ડહાપણની વાત નથી. તેના કરતાં શું કરવું ડહાપણવાળું છે એ હવે કહી બતાવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org