________________
૫૮૮
પ્રશમરતિ વિવેચન સહિત ખરે વખત મળે છે અને શરીર તે અંતે પૌગલિક છે. આવાં તે અનેક શરીર મૂક્યાં અને લીધાં. આ રાધાવેધ સાધવાને તમને અવસર આવ્યું છે. આ રાજા કે ધાને માલિક તે તમારા કર્મળ કાપવાને અંગે સાધનભૂત થઈ તમારે મહા ઉપકારી થયેલ છે. આ અવસર ઈચ્છવા છતાં જીવનમાં સાંપડતું નથી. આવી આવી અનેક નિઝામણ કરી સર્વને દેવલોકે મોકલ્યા. પણ અંતે એક નાને સાધુ રહ્યો. બાળક ઉપર ગુરુને રાગ હતે. ઘાણી પીલનારને વિજ્ઞપ્તિ કરી કે પિતાને પ્રથમ પગલે અને પછી તે નાના શિષ્યને પીલે. એટલી સગવડ કરી આપવા વિનંતી કરી. પણ તેની પ્રાર્થના સાંભળવામાં ન આવી. અંતે સકંધકાચાર્ય ક્રોધે ચઢી ગયા. પ્રશમરસને ઢાળી નાંખે. પોતાના પાંચસે શિષ્યને ઘાણીમાં ઘાલ્યા ત્યારે ક્રોધ આવ્યું ન હતું પરંતુ અત્યારે ભારે ક્રોધાયમાન થઈ ગયા.
એની મુખમુદ્રામાં ક્રોધ ધમધમતે હતે. નાના શિષ્યને પણ દેવલેકમાં મોકલ્યા અને પોતે અસુરકુમાર દેવતા થઈ નગરને, વૈરને અનુલક્ષી, ધૂળથી હેરાન કરવા લાગ્યા. એવું જે પાંચસે શિષ્યને સારુ કરી શક્યા તેની બાજી છેલ્લી ઘડીએ બગડી ગઈ.
પ્રશમરસમાં જે પ્રાણ લદબદ થઈને રહે તે આવે ન હેય. સામ માણસ વગર ગુને ગમે તે કામ કરે તેને પિતે વિચાર જ ન કરે. એ તે જીવતા ચામડી ઊતરાવતી વખતે પણ સામાને પૂછે કે કેવી રીતે તે પિતે ઊભે રહે કે સામાને જરાયે તક્લીફ ન પડે. આવી રીતે ભરબજારમાં ચામડી ઊતરાવનારની શાંતિ આજે પણ આપણને સાનંદાશ્ચર્ય જન્માવે છે. એ પ્રશમરસને મહિમા છે.
ભગવાન મહાવીરને અનેક ઉપસર્ગો કરનાર સંગમ દેવ અંતે હારીને પાછો ચાલતે હતું, ત્યારે ભગવાનને બે આંસુ આંખમાં આવ્યા. તે હર્ષાશ્રુ ન હતા, પણ સંગમ જેવાને પિતાને પરિચય થયે પણ કોઈ પ્રકારને લાભ ન થયે એની દિલગીરીનાં આંસુ હતાં. આવી પ્રશમતા અને ભદ્રતા પ્રાણીમાં હોવી જોઈએ.
ખુદ પાર્શ્વનાથે દીક્ષા લીધા પછી તેમના પર કમઠ અનેક ઉપસર્ગો કર્યા અને છેવટે વરસાદ વરસાવવા માંડ્યો, ધરણેન્દ્ર છત્ર ધર્યું, પણ પ્રભુને કમઠ પર ફોધ નથી કે ધરણેન્દ્ર પર રાગ નથી. આવું પ્રશમનું સામ્રાજ્ય હોય અને આ પ્રશમ અમલ હોય.
આવા નરાગી ભગવાન આપણા આદર્શ સ્થાને છે. આપણે એ ભગવાનના પુત્રો છીએ. તે પછી આપણા વડીલને અનુસરવાનું આપણે કેમ મૂકીએ? આપણી ફરજ છે કે વડીલનું અનુકરણ કરી તેમને દીપાવવા આપણે ત્યારે જ લાયક પિતાની લાયક સંતતિ ગણાઈએ.
અને એક રીતે ઉપશમ કે પ્રશમ એ જેનશાસ્ત્રને સાર (રહસ્ય) છે. ઉપાધ્યાય શ્રીમદ્દ યશોવિજયજી ક્રોધની છઠ્ઠી સઝાયમાં ગાઈ ગયા છે કે “ઉપશમ સાર છે તે પ્રવચને,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org