________________
૫૬૨
પ્રશમરતિ વિવેચન સહિત આત્યંતર–આંતરિક તપના છ પ્રકાર છે? ૧. અપરાધ માટે ગુરુ આપે તે શુદ્ધિ કરવી તે પ્રાયશ્ચિત્ત તા. ૨. ગુણવંત તરફ વિનય કરે, આશાતના ન કરવી તે વિનય તપ. ૩. તપસ્વીની, માંદાની માવજત કરવી તે વૈયાવૃત્ય તપ. ૪. અભ્યાસ કરે, તેનું પુનરાવર્તન કરવું, પૂછવું તે સ્વાધ્યાય તા. પ. મનની એકાગ્રતા કરવી તે ધ્યાન તપ. ૬. કાર્યોત્સર્ગ કરે, કાઉસગ્ન કરે તે કાર્યોત્સર્ગ ત૫.
આ બારમાંથી એક અથવા વધારે પ્રકારે તપ કરવાથી બાંધેલ જૂના કમને ક્ષય થાય છે. એ સાતમુ નિજ રાતત્ત્વ કહ્યું. હવે આઠમા બંધતત્ત્વની વાત વિચારીએ.
* કર્મની અવિચ્છિન્ન ધારાને બંધ કહેવામાં આવે છે. તે બંધ વખતે કર્મની ચાર | બાબત મુકરર થાય છે.
૧. કર્મની પ્રકૃતિ કેવી છે, તે જ્ઞાનાવરણીય છે કે નામકર્મ, એ નિર્ણય જેના આધારે થાય તે પ્રથમ પ્રકૃતિબંધ. - ૨. કર્મ કેટલે કાળે ઉદયમાં આવશે અને તે વખતે તે કેટલે વખત ટકશે તે નક્કી કરનાર સ્થિતિબંધ.
૩. કોઈ કર્મનું જોર વધારે હય, કેઈનું ઓછું હોય, તે નક્કી કરનાર તે અનુભાગબંધ. ૪. કર્મના દળિયાં કેટલાં છે તેને જેના પર આધાર છે તે પ્રદેશબંધ.
મોક્ષ-હવે છેલ્લા (સાતમા કે નવમા) તત્ત્વમાં કર્મથી સર્વથા મૂકાવું, હંમેશને માટે છૂટા થવું, તે મોક્ષ નામનું તત્ત્વ છે. આ રીતે નવ તત્વ કે સાત તવ સંબંધી હકીક્ત રજૂ કરવામાં આવી. હવે તેની ઉત્તરપીઠિકા કરીએ. (૨૧)
આ રીતે આ તત્ત્વનું પ્રકરણ પૂરું થાય છે. આ આખા વિષયમાં સાત તત્વને સ્વીકારવા કે નવ તત્વ સ્વીકારવા એમાં કઈ પણ પ્રકારને વિરોધ નથી. અમુક અપેક્ષાએ સાત તત્વને માનવામાં પણ વધે નથી અને બીજી અપેક્ષાએ પ્રસિદ્ધ નવ તત્વ સ્વીકારવા એમાં કઈ જાતને વિરોધ નથી. એ તે તત્વાર્થસૂત્રમાં કહેલ અર્પિતાનતતિ (પ. ૩૧) સૂત્રના નિયમ પ્રમાણે અપેક્ષાભેદ છે. બાકી ખરી રીતે તે એમને સમાવેશ આશ્રવ તત્વમાં થઈ જાય છે, એટલે પુણ્ય અને પાપ એ બન્ને એક પ્રકારના આશ્ર હોવાથી તેમને જદા ગણવાની જરૂર રહેતી નથી. એમ તે ઠાણાંગસૂત્રમાં માત્ર બે જ ત – જીવ અને અજીવ – કહ્યાં છે. આ રીતે દેખીતે વિરોધ દૂર થઈ જાય છે.
પ્રાણી બિનજવાબદારીએ હાંકે રાખે તેમાં અંતે તેને નુકસાન છે. તે પછી અહીં તહીં રખડ્યા કરે છે અને નકામે હેરાન થાય છે. એ ચાલે ત્યારે એને ધમધમાટ જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org