________________
પ્રશમરતિ વિવેચન સહિત શાસ્ત્રકાર તે અનેક સ્થાનકે કહે છે કે જ્ઞાનવિયાખ્યાં મોક્ષ. એકલી ક્રિયા કે એકલું જ્ઞાન કાંઈ કામ આપતું નથી, કાર કે આંધળાને પાંગળાની ચક્કસ જરૂર પડે છે. ક્રિયા જ્ઞાન વગર આંધળી છે અને જ્ઞાન ક્રિયા વગર પાંગળું છે. એ બંને એક બીજાની સહાય લઈ જરૂર મોક્ષ અપાવે છે અને સમક્તિ એના ઉપર શિખર ચઢાવે છે. તેથી તત્ત્વજ્ઞાનની સાથે ક્રિયાની પણ આવશ્યકતા છે.
એટલા માટે આ નવતત્વના જ્ઞાનની અને જુદા જુદા દૃષ્ટિબિંદુઓ જાણી લેવાની અપેક્ષા છે અને તે અપેક્ષાએ ન તત્વને તત્વ કહેવામાં આવેલ છે. બાકી તે જીવાદિ તત્વ અંતે જીવને જ લાગે છે, છતાં એક તત્વને બદલે નવ તત્વ બતાવ્યાં એને ખુલાસે કુંવરવિજયે નવતત્ત્વના પ્રશ્નોત્તરમાં શરૂઆતમાં જ વિસ્તારથી બતાવ્યું છે. આ નવે તવને અનેક રીતે જાણવાં જરૂરી છે અને તે પ્રાણીને હિતકારી છે, એ જ્ઞાન યથાસ્થિત ન હોય ત્યાં સુધી પ્રાણી જ્યાં ત્યાં અટવાયા કરે છે અને એડનું એડ કરી બેસે છે. તેથી તત્ત્વને બરાબર સમજવા, સહવા અને તે અનુસાર પિતાનું વર્તન ગઠવવું એ અંતે પિતાને જ લાભ કરનારું છે. એ દૃષ્ટિએ જોતાં નવ ત ઝળકાટ કરે છે અને જે દુનિયા પર અત્યાર સુધી અંધારપટ હતું તેનું રહસ્ય સમજાઈ જાય છે. તેટલા માટે સારી રીતે વિચારીને આ નવતત્વનાં જ્ઞાન અને સદ્હણને સંગ્રહવાં જોઈએ.
આવી તક વારંવાર મળવી મુશ્કેલ છે. અત્યારે તમને નવ તત્વ સમજાવનાર મળશે, તેની ગૂંચવણે દૂર કરનાર મળી રહેશે, અને તેને પરસ્પર સમન્વય કરનારા પણ મળશે. તમને બુદ્ધિશક્તિ સારી મળી છે તે આવા સુંદર ક્ષેત્ર અને તમારી એ સમજશક્તિને પૂરે લાભ લે. અનંત ભવ જાય પછી આવી અનુકૂળતા મળે છે, તેને ફગાવી ન દેવી, આવી મળેલી તકને પૂરો લાભ લે.
ફરિ તરવાનું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org