________________
સમ્યગ્ દર્શીન, જ્ઞાન, ચારિત્ર
પ
આત્મા. કોઈની દરમ્યાનગીરી વગર સીધા આત્માને પ્રતિભાસ થાય-જ્ઞાન થાય-દેખાય તે પ્રત્યક્ષ. આ રીતે આંખે દેખાય તે પ્રત્યક્ષ નહિ, પણ આત્માને દેખાય તે પ્રત્યક્ષ. આંખની તે દરમિયાનગીરી થઈ, એટલે આંખે અથવા આંખ દ્વારા થતા જ્ઞાનને જૈન પરિભાષામાં પરીક્ષજ્ઞાન કહેવામાં આવે છે. આ તફાવત ખાસ સમજવા યોગ્ય છે. અન્યદર્શનમાં જેને પ્રત્યક્ષ કહે છે તેને જૈન દશનમાં પરીક્ષજ્ઞાન કહે છે.
પરાક્ષ—જે આત્માને પર હોય, તેમાં પરની દરમિયાનગીરી હેાય. કોઈ જીવને આંખ કે દૂરબીન કે અન્ય કોઈની મારફ્ત જ્ઞાન થાય તેને જૈન પરિભાષામાં પરીક્ષ જ્ઞાન કહે છે. સીધેસીધુ' અક્ષ એટલે આત્માને જ્ઞાન થાય તે પ્રત્યક્ષ અને કોઈની જ્યાં પણ દરમિયાનગીરી હાય તે જ્ઞાન પરાક્ષ. આ તફાવત બરાબર ધ્યાનમાં રાખવા યોગ્ય છે.
આટલા ખુલાસાપૂર્વક આપણે જ્ઞાનના પાંચ ભેદો આવતી ગાથામાં જોઈશું. (૨૨૪) જ્ઞાનના પાંચ પ્રકારા-ભેદ—
तत्र परोक्षं द्विविधं श्रुतमाभिनिबोधिकं च विज्ञेयम् । प्रत्यक्षं त्ववधिमनःपर्यायौ केवलं चेति ॥ २२५॥
અ—તેમાં પરોક્ષ જ્ઞાન એ પ્રકારનું છે, શ્રુતજ્ઞાન અને મતિજ્ઞાન એનાં નામે જાણુવા; અને જે પ્રત્યક્ષ જ્ઞાના છે તેમનાં નામ અવધિ, મન:પર્યવ અને કેવળજ્ઞાન છે. (૨૨૫)
વિવેચન- —આ ગાથામાં આ પ્રકરણના બીજા વિષય જ્ઞાનની સાથે વધારે પરિચય કરાવતાં પરાક્ષ જ્ઞાનના બે પ્રકાર અને પ્રત્યક્ષ જ્ઞાનના ત્રણ પ્રકાર એટલે જ્ઞાનના પાંચ પ્રકારનાં નામ માત્ર જણાવશે. એ વિષય આત્માને લગતા હોવાથી સ્પષ્ટ રીતે સમજવા, શ્રુત—એક બીજાને પેાતાના ભાવ જણાવી-સંભળાવી શકે છે, તે સાંભળીને જે જ્ઞાન શ્રુતજ્ઞાન. ગુરુ શિષ્યને પાઠ આપે, પેાતાના મનના વિચારા ભાષા દ્વારા જણાવે તે શ્રુતજ્ઞાન. આપણે તેના ભેદો વિચારતી વખતે તેની વધારે વિગતે વિચારીશું.
થાય
આભિનિંબાધિક—મતિજ્ઞાન. પેાતાની બુદ્ધિના ઉપયાગ કરવા તે. આ શ્રુતજ્ઞાન અને મતિજ્ઞાન પરાક્ષ જ્ઞાન છે, કારણકે આંખ અથવા મનને વચ્ચે રાખીને એ જ્ઞાન થાય છે. તેથી આપણી ઉપરની વ્યાખ્યા પ્રમાણે તે પરાક્ષ જ્ઞાન છે.
અવધિ—અવધિજ્ઞાન. અમુક પદાથ અમુક આંતરા સુધીના આત્માને પ્રત્યક્ષ થાય તે વિષે જ્ઞાન. એના અથ ઉપર જણાવાઇ ગયા છે. તે માઇલ, બે માઈલ, દશ માઈલનું પણ હોઈ શકે.
મન:પર્યાય—પ્રાણીએના મનેાગત ભાવા આત્માને પ્રત્યક્ષ જણાય, કારણ કે વિચાર અમુક રૂપ ધારણ કરે છે અને જોઈ શકાય તેવા હાય છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org