________________
૫૮૦
પ્રશમરતિ વિવેચન સહિત ત્યારે પૂર્વદ્રય અર્થાત્ સમ્યગ દર્શન અને સમ્યગ જ્ઞાન જરૂર હોય, પણ દર્શન અને જ્ઞાન હોય ત્યારે ચારિત્ર ન હોય તેવું પણ બને છે. ચારિત્રહીને તે નવપૂર્વ સુધી ભણી જાય, તે પણ તે જ્ઞાન એને મોક્ષ અપાવવામાં મદદ કરતું નથી.
આવી જ્ઞાન, દર્શન, ચારિત્ર પૈકી કેઈની પણ ગેરહાજરી હોય તે બાકીના બે મોક્ષના જનક બનતા નથી. આ નિયમ ધ્યાનમાં રાખવાનું છે. આવતી ગાથામાં આ વાત સ્પષ્ટ કરશે. (૨૩૦) દશન, જ્ઞાન, ચારિત્રને પરસ્પર સંબંધ--
पूर्वद्वयसम्पद्यपि तेषां भजनीयमुत्तरं भवति ।
पूर्वद्वयलाभः पुनरुत्तरलाभे भवति सिद्धः ॥२३१॥ અર્થ--દર્શન અને જ્ઞાન હોય ત્યારે ચારિત્ર હોય અથવા ન પણ હોય અને ચારિત્રને લાભ થાય ત્યારે પૂર્વના બે (દર્શન અને જ્ઞાની જરૂર હોય એ નિયમ છે. (૨૩૧)
વિવેચન–ત્રણે સાધનની જરૂર છે તે વિગતવાર આ ગાળામાં સ્પષ્ટ કરે છે. પૂર્વદ્વય--દર્શન અને જ્ઞાન. કેઈ કારણે આ બન્ને પ્રાપ્ત થયાં હોય તે વખતે.
ભજનીય–-ચારિત્ર હોય અથવા ન પણ હોય. ચારિત્રની તે વખતે ભજના સમજવી. એમ તે અભવ્ય જીવ પણ નવ પૂર્વ સુધી અભ્યાસ કરી શકે છે. માટે દર્શન અને જ્ઞાન હોય તેની સાથે ચારિત્રની ભજન જાણવી. તે હોય અને કદાચ ન પણ હોય. ભણેલ હોય માટે ચારિત્રવાન હોય એવો એક સરખો નિયમ નથી
ઉત્તરલાભ--ચારિત્ર લાભ થાય ત્યારે, એટલે ચારિત્ર હોય તે તેની સાથે દર્શન અને જ્ઞાન જરૂર હોય છે. પણ પૂર્વય એટલે દર્શન અને જ્ઞાન એ બન્ને મળેલા હોય તે ચારિત્ર હોય પણ ખરું અને ન પણ હોય અર્થાત્ તેની ભજના છે, વિકલ્પ છે.
આગલી ગાથાના વિવેચનમાં જે વાત કરી તે અહીં ગ્રંથકાર પતે જ બતાવે છે.
સિદ્ધ–ચક્કસ. નિશ્ચયથી થાય એવો નિયમ છે. ચારિત્ર થાય ત્યારે તે જ્ઞાન અને દર્શન જરૂર હોય એવો નિયમ છે. વાત એ છે કે જ્ઞાન-દર્શન કરતાં પણ ચારિત્રનું સ્થાન ઘણું મોટું છે, તેના ઉપર આ સર્વ રમત મંડાયેલી છે. ચારિત્રીમાં સમ્યગ્દર્શન જરૂર છે અને તે સાચે જ્ઞાની છે એ નિયમ સમજો. આ તે સાબિત થયેલી અને સ્વીકારાયેલી વાત છે એમ સમજવું. આ ગાથામાં જ્ઞાન, દર્શન, ચારિત્રનો પરસ્પર સંબંધ બતાવ્યું. (૨૩૧) સમ્યફ જ્ઞાનાદિને આરાધક
धर्मावश्यकयोगेषु भावितात्मा प्रमादपरिवर्जी । सम्यक्त्वज्ञानचारित्राणामाराधको भवति ॥२३२॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org