________________
૫૭૮
ચારિત્ર મેાક્ષસાધકે
પ્રશમર્તિ વિવેચન સહિત
इत्येतत्पञ्चविधं चारित्रं मोक्षसाधनं प्रवरम् । नैकैरनुयोगनयप्रमाणमार्गैः समनुगम्यम् ॥२२९||
અ—એ ઉપર જણાવ્યા તે પાંચે પ્રકારના ચારિત્ર મેાક્ષનું ચાક્કસ સાધન છે અને તે પ્રત્યેક અનુયાગે કરી, નયે નિક્ષેપે કરી અને પ્રમાણમાગે કરીને ખરાખર યાગ્ય રીતે સમજવા અને અમલમાં મૂકવા લાયક છે. (૨૨૯)
વિવેચન—દરેક ચારિત્ર જાણવાલાયક છે અને અનુસરવા લાયક છે, તેને ખુલાસો ગ્રંથકાર આ ગાથામાં કરે છે.
પવિધ ઉપર આગલી ગાથામાં બતાવેલ પાંચ પ્રકારના ચારિત્ર. સામાયિક, છેદેપસ્થાપન, પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસંપરાય અને યથાખ્યાત એ પાંચ પ્રકારનું ચારિત્ર છે. ચારિત્ર—એ રિચ ધાતુ પરથી આવેલ શબ્દ છે. ખાલી કરવું એવા તે ધાતુના અર્થ થાય છે. આત્મા કર્મના ભારથી હળવા થાય, કર્મોને ખાલી કરે તેનું નામ ચારિત્ર. એ ચર્ ધાતુ પરથી પણ થઈ શકે છે. ત્યાં ચારિત્ર એટલે ચર્યાં અર્થ કરવે. વવું, હાલવું, ચાલવું તે.
પ્રવર્’—આ સ્થાને કોઈ કોઈ પ્રતામાં ‘પરમં’ પાઠ છે, અર્થ લગભગ તેને તે જ રહે છે. આ પાંચે પ્રકારના ચારિત્ર મેાક્ષનું સુંદરમાં સુંદર સાધન પૂરું પાડે છે.
ન એક—અનેક. એકથી વધારે એવા એટલે અનેક એવા તેના અર્થ થાય છે. આત્માને અનેક પ્રકારે સમજવે. જે એક આત્માને જાણે તેણે સર્વે જાણ્યું, એટલા માટે અનેક રીતે આત્મા સંબંધી માહિતી મેળવવી જરૂરી છે અને જરૂરી ખાખત કરવી તે આપણી ફરજ છે.
અનુયાગ—અનુયોગસૂત્રમાં તેના—આત્માને સમજવા માટેના-અનેક દ્વાર એટલે પ્રકરણા આપેલાં છે. આ જેટલાં બને તેટલાં પ્રકરણા સાંભળવાં અને તે દ્વારો આત્માનું જ્ઞાન કરવાની મેળવવાની પ્રથમ રીત છે.
Jain Education International
નયનેગમ વગેરે સાત નયાથી આત્માને આળખવેા. જુદાજુદા દૃષ્ટિબિંદુથી આત્માને ઓળખવે. નયજ્ઞાનમાં વાંધે નથી, પણ એક દૃષ્ટિબિંદુ ધ્યાનમાં લેતાં તે અંશ સત્ય છે, સર્વ સત્ય નથી એ ધ્યાનમાં રાખવું; પણ સાથે તે સત્ય છે, જો કે અંશ સત્ય છે, તે સમજવું. જુદા જુદા દૃષ્ટિબિંદુએ આત્મા કેવા છે તે સમજવું. એ સર્વ દૃષ્ટિબિંદુએ સમજાય ત્યારે આખું સત્ય સમજવામાં આવે છે. તેટલા સારુ અંશસત્યને અંશ તરીકે સમજવું જરૂરી છે,
For Private & Personal Use Only
www.jainelibrary.org