________________
સમ્યગ્ દન, જ્ઞાન, ચારિત્ર
૫૭૭
સૂક્ષ્મસ પરાય—ઉપશમશ્રેણીએ કર્મો ઉપશમાવતાં અથવા ક્ષપકશ્રેણીએ કર્મ ખપાવતાં ત્યાં નવમે ગુણઠાણે લાભના સંખ્યાતા ખંડ કરી તેને ઉપશમ શ્રેણીવાળા જે હાય તે ઉપશમાવે તથા ક્ષપક શ્રેણીવાળા જે હેાય તે ખપાવે, તે સંખ્યાતા ખડ પૈકી એક છેલ્લે ખડ રહે, તેના અસંખ્યાતા સૂક્ષ્મ ખંડ કરીને દશમે ગુણસ્થાને ઉપશમાવે અથવા ક્ષપક હાય તે ખપાવે તે દશમા ગુણુઠાણાનું નામ સૂક્ષ્મસંપરાય અને ચારિત્રનું નામ પણ તે જ છે.
યથાખ્યાત—યથાવિધિએ કરીને અકષાયપણું પ્રાપ્ત થાય, સંજવલન લાભ કષાય પણ ન રહે તે યથાખ્યાત ચારિત્ર કહેવાય. તેના બે ભેદ છે: છામસ્થિક અને કૈવલિક. ત્યાં છામસ્થિક તે છદ્મસ્થ ઔપશમિકને અગિયારમે ગુણસ્થાનકે હાય અને ક્ષપકને ખારમે ગુણુસ્થાનકે હાય. કેવળીને જે તેરમે અને ચૌદમે ગુણુસ્થાનકે હાય તે કૈલિક યથાખ્યાત ચારિત્ર છે. આ ઊંચામાં ઊંચા પ્રકારનું ચારિત્ર છે અને સુવિહિત સાધુ તેને આચરીને મેક્ષે જાય છે અને જન્મજરામરણરહિત થઇ જાય છે.
આ પ્રમાણે આ ગાથામાં જણાવેલા ચારિત્રો પાંચ પ્રકારના વર્ણવ્યા. ટીકાકારના જણાવવા પ્રમાણે એ પાંચે ચારિત્રને, નીચે પ્રમાણે સમજીએ.
૧. સામાયિક : સમશત્રુમિત્રભાવ. પ્રથમ અને છેલ્લા તીર્થંકરના સમયમાં ઇત્ઝર હોય, મધ્યમ બાવીશ જિનના સમયમાં અને મહાવિદેહમાં યાવજ્રવિત હાય.
૨. પૂર્વપર્યાયના છેદ, ઉત્તર પર્યાયનું સ્થાપન તે છેદેોપસ્થાપન. એ પ્રથમ અને છેલ્લા તીર્થંકરના વારામાં હાય.
૩. પરિહારવિશુદ્ધિ. આંગેલ સિવાય અનાહારી રહેવાથી થતી વિશુદ્ધિ એટલે કર્મક્ષય જેમાં થાય છે તે. નવપૂર્વ ભણેલા સાધુએ એ કરે. તેએ ગચ્છની બહુાર જાય, પરિહારકલ્પમાં તેઓ રહે, ત્રણ પ્રકારે એ રહે, ગ્રીષ્મ અને શિશિર તથા વર્ષાઋતુમાં ચતુર્થ (બે ઉપવાસ)થી માંડી પાંચ ઉપવાસ કરનાર અને પારણે આંખેલ કરનારા અને તે દ્વારા પરિહાર કરનારા તથા કલ્પમાં રહેલા અને આહાર નડુિ કરનારા, માત્ર દરરોજ આંખેલ કરવાવાળા દરેક વ છ માસ સુધી એમ કુલ અઢાર માસ સુધી તપ કરનારા. આ પારિહારિક અઢાર મહિને થાય છે. પછી તેઓની ઇચ્છા હોય તે પાછા ગચ્છમાં પ્રવેશે છે.
૪. જેમાં તદ્ન નજીવા કરી નાંખ્યા છે. લાભ એ. એ ચારિત્ર સૂક્ષ્મસંપરાયગુણ
સ્થાનકે લાગે.
૫. યથાખ્યાત—અકષાયીપણું. ઉપશાંતગુણુસ્થાનકે અને તેની સાથે ચાર ગુણસ્થાનકે લાલે. એટલે તે ચારિત્ર અગિયારમાંથી ચૌક્રમા ગુણસ્થાનકે હાય. (૨૨૮)
પ્ર. ૭૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org