________________
સમ્યગ દન, જ્ઞાન, ચારિત્ર
૫૭૫ છે. બાકી કેવળજ્ઞાન થાય ત્યારે તે બાકીનાં ચારે જ્ઞાન તેમાં ભળી જાય છે અને તે જુદા રહેતા નથી, તેથી તેમને અભાવ છે. કેવળજ્ઞાન લેકાલે પ્રકાશક છે અને તેની બહાર કઈ જ્ઞાન કે ફેય વસ્તુ રહેતી નથી. (૨૨૬) સમ્યગ જ્ઞાન અને મિથ્યાત્વ
सम्यग्दृष्टेनिं सम्यग्ज्ञानमिति नियमतः सिद्धम् ।
आघत्रयमज्ञानमपि भवति मिथ्यात्वसंयुक्तम् ॥२२७॥ અથ–સમકિતદષ્ટિ જીવનું જ્ઞાન નિયમથી સમ્યગજ્ઞાન હોય છે અને પ્રથમના ત્રણ જ્ઞાન સાથે જ્યારે મિથ્યાત્વ જોડાયેલું હોય ત્યારે તે ત્રણ અજ્ઞાને બને છે. (૨૨૭)
- વિવેચન-સમ્યગ્દષ્ટિવાળા પ્રાણીનું જ્ઞાન ચેકકસ સમ્યજ્ઞાન હોય છે. સમક્તિદષ્ટિ પ્રાણી કોઈ મિથ્યાત્વીનું શાસ્ત્ર વાંચે તે પણ તેને સમ્યજ્ઞાન તરીકે પરિણમે છે, તે તે તેમાંથી સમ્યક તત્વને જ ગ્રહણ કરે છે. આ કારણથી સમકિતીનું જ્ઞાન નિયમપૂર્વક જરૂર સમ્યજ્ઞાન હોય છે.
આઘયજ્ઞાન–મતિ, શ્રત અને અવધિ એ ત્રણ જ્ઞાનને આત્રયજ્ઞાન કહેવામાં આવે છે. એટલે જ્યાં સુધી જીવને સમ્યગ્દર્શન ન થાય ત્યાં સુધી તે ત્રણ મિથ્યાજ્ઞાન કહેવાય છે. તેમનાં નામે અનુક્રમે મતિજ્ઞાન, શ્રતઅજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન (અવધિઅજ્ઞાન) છે. આ ત્રણ અજ્ઞાનને પણ સાથે આપે છે. દાખલા તરીકે, તે લાંબી નજરવાળે કે રાજદ્વારી કુનેહ બજાવનાર કે વ્યવહારમાં કુશળ હોય, પણ તેને અગાઉ જણાવ્યું તેવું સમકિત ન થયું હોય તે તેને મતિઅજ્ઞાન કે શ્રુતજ્ઞાન પણ હોઈ શકે છે. '
- મિથ્યાત્વ–મિથ્યાત્વને અને અજ્ઞાનને એટલે નજીકને સંબંધ છે કે મિથ્યાત્વીને જાણપણું થાય તે મતિઅજ્ઞાનરૂપ જ હોય. એટલે એમ કહી શકાય કે મિથ્યાત્વીનું જ્ઞાન તે અજ્ઞાન જ છે. તત્વાર્થશ્રદ્ધાનપૂર્વક જે જ્ઞાન થાય તે સમ્યજ્ઞાન છે અને સમક્તિી જીવને શંકા કે એવું કોઈ શલ્ય ન હોવાથી તેને સમ્યજ્ઞાન થાય છે, બાકી અનેક મિથ્યાત્વને મિથ્યાત્વ સાથે જોડાયેલું જાણપણું એ અજ્ઞાન જ છે. આ જ્ઞાન અને અજ્ઞાન વચ્ચે તફાવત ધ્યાનમાં રાખવા જેવે છે.
મિથ્યાત્વી દેવેને વિસંગજ્ઞાન હોય છે. તે અવધિઅજ્ઞાન છે. આ રીતે આ જ્ઞાનને વિભાગ પૂર્ણ થયે. હવે ત્રીજે સમ્યફચારિત્રને વિભાગ કહેવામાં આવશે. તે માટે જુઓ આવતી ગાથા. (૨૨૭) ચારિત્રના પ્રકારે–
सामायिकमित्याचं छेदोपस्थापनं द्वितीयं तु । परिहारविशुद्धिः सूक्ष्मसंपरायं च यथाख्यातम् ॥२२८॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org