________________
પહo
પ્રશમરતિ વિવેચન સહિત અથ–એ પ્રકારનું સમ્યગ દર્શન છે. શાસ્ત્રને અભ્યાસ ન કરો અને તેનાથી ઊલટા ચાલવું અથવા તે પર શંકા કરવી તે મિથ્યાત્વ છે. હવે જ્ઞાનના પાંચ પ્રકાર છે. તે પાંચ જ્ઞાનેના બે વિભાગ છેઃ પ્રત્યક્ષ જ્ઞાન અને પરોક્ષ જ્ઞાન. (૨૨૪)
વિવેચન—આ ગાથામાં દર્શનને વિષય પૂરે કરે છે. દર્શનથી ઊલટું મિથ્યાત્વ છે એમ જણાવી જ્ઞાનના પાંચ ભેદ છે એમ જણાવે છે. એ પાંચ જ્ઞાનના પ્રત્યક્ષ અને પરોક્ષ એવા બે વિભાગ થાય છે. આ ખાસ મહત્વને વિષય હોવાથી ધ્યાન દઈ સમજવા યેગ્ય છે.
સમ્યગદશન–સંક્ષેપથી અત્યાર સુધી સમ્યગદર્શનનું વર્ણન કર્યું. સમ્યગદર્શન એટલે સાચી શ્રદ્ધા. આ શ્રદ્ધાને બરાબર ધારણ કરવી.
મિથ્યાત્વ-સમ્યગદર્શનથી ઊલટું મિથ્યાત્વ. તેના પાંચ પ્રકાર છે. પ્રથમ મૂળ ગાથાને ભાવ સમજી આ પાંચ પ્રકારને વિચાર કરીશું. .
અનધિગમ–જાણવું નહિ તે, અધિગમથી ઊલટું, અભ્યાસ ન કરે તે અનધિગમ. જાણપણુ વગર સર્વ ઊલટું જ્ઞાન થાય છે. આવી રીતે ઉપર જણાવ્યા પ્રમાણે અભ્યાસ ન કરવો તે મિથ્યાત્વ છે. મિથ્યાદશામાં સમ્યગદર્શન હોતું નથી.
વિપર્યય—અને તેના સ્વભાવથી વિપરીત ગ્રહ, મિથ્યાને સાચું માનવું, ઊલટી વાતમાં શ્રદ્ધા કરવી તે.
તુ-સંશયાત્મક. એ સાચું હશે કે નહિ હોય, કે આ સાચું હશે કે તે સાચું હશે, તેવી આશંકા.
આપણે અગાઉ મિથ્યાત્વનું સ્વરૂપ જોઈ ગયા છીએ. એના પાંચ પ્રકાર પાડવામાં આવેલ છે. અનાગિક એક પ્રકાર છે. એકે ક્રિયાદિ ને હોય તે સમજણ વગરનું અનાગિક મિથ્યાત્વ. અનભિગ્રહિકમાં કઈ પ્રકારનો અભિગ્રહ લેવામાં આવતું નથી, ત્યાગભાવને અભાવ છે. ત્રીજા અભિગ્રહિક પ્રકારમાં ન લેવા ગ્ય અભિગ્રહ પ્રાણી લે છે, ઊલટી ક્રિયા એમાં સમજણપૂર્વકની ચાલુ રહે છે.
અભિનિવેશ નામના મિથ્યાત્વના ચોથા પ્રકારમાં દેવ માન્યા તેને માન્યા, અભિનિવેશને કારણે પાછો ફરી શક્તિ નથી. પાંચ મિથ્યાત્વને પ્રકાર સશયિક મિથ્યાત્વ છે. શંકા સંશય પડે, અનેક જાતના તર્કતિક થાય.
આ સમ્યફવ અથવા સમતિ છેલ્લા અર્ધપુદ્ગળ પરાવર્ત કાળમાં ઉદયમાં આવે છે. આ ઘણું મહત્ત્વની વસ્તુ છે.
પ્રત્યક્ષ-જ્ઞાનના આપણે પાંચ ભેદ પાડેલા છે. તેને અંગે પ્રથમ પ્રત્યક્ષ અને પક્ષ એવા બે ભેદ પડે છે. અક્ષર પ્રતિ કૃતિ પ્રત્યક્ષ એટલે અક્ષ તરફ. અક્ષ એટલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org