________________
૫૬૮
પ્રશમરતિ વિવેચન સહિત અને તેની બહાર કોઇપણુ વસ્તુ નથી, આવી અચળ શ્રદ્ધા રહે, તે વાતને સત્ય તરીકે સ્વીકાર થાય તે સમ્યગ્ દર્શન. જીવ આદિ નવ તત્ત્વા એ શ્રદ્ધાના વિષય છે, શ'કાને કે સંશયને એમાં સ્થાન નથી.
વિનિશ્ચય—આવે। મનમાં ખાસ નિણુય હાય, એ નિશ્ચય ગમે તેવા વિકટ પ્રસંગમાં પણ ફરે નહિ. વિનિશ્ચયેનના અર્થ પરમાથે ન' એમ ટીકાકાર કરે છે. પરમાર્થથી પ્રાણી નવતત્ત્વને સ્વીકાર કરે અને આ પાક નિશ્ચય ગમે તેવા અટપટા પ્રસંગે આવે ત્યારે અફર રહે તે સાચું સમ્યગ્દર્શન. એના મનમાં પણ શંકા કે વહેમ ન આવે, કે સંશય ન થાય કે વખતે તત્ત્વા ઓછાવધારે હશે, એને પ્રભુના વચન પર ખૂબ ભરસે હાય.
નિસગ—કુદરતી. એ તે પ્રતિમા કે ગુરુના દર્શન વિના, કાંઈ શબ્દના ઉપયેગ વગર પૂ`ભવના સંસ્કારથી જ સમતિી થઈ જાય. જેને કોઇ અન્ય જાતની અન્યની પ્રેરણા હાતી નથી, પણ કુદરતી રીતે જ સમ્યગ્ દર્શન પામી નિશ્ચયપૂર્વક હૃદયની સાચી શ્રદ્ધા રાખે છે તેનું એક પ્રકારનું સમકિત કહેવાય. આ નિસગ સમકિતમાં બાહ્ય પ્રેરણા કે ઉપદેશ અથવા અભ્યાસની જરૂર રહેતી. નથી.
અધિગમ— —અભ્યાસ. આ અભ્યાસ દ્વારા પણ સમતિની પ્રાપ્તિ થાય છે. ચર્ચા કરી સારભૂત જાણવું અને તેને સારું જાણીને આદરવું એ અભ્યાસની દ્વારા થતા સમ્યક્ત્વપ્રાપ્તિના લાભ સમકિતના ખીન્ને પ્રકાર દર્શાવે છે. ખીજા સવ અથવા મને તેટલાં શાસ્ત્રો જોયાં પછી અને તેની રીત જાણ્યા પછી પાતે જાતે અભ્યાસ કરી તત્ત્વને જાણવું અને અભ્યાસના પરિણામે તેને સારું જાણી સ્વીકારવું તે અધિગમ દ્વારા થયેલ સમકિતની પ્રાપ્તિના સ્રીને પ્રકાર છે.
આ પ્રમાણે કુદરતી રીતે અને અભ્યાસ પછી સમ્યક્ત્વપ્રાપ્તિ થાય, તેના પ્રકારે અત્ર વિસ્તારથી બતાવ્યા. આ સમ્યગ્ દર્શનને ખરાબર સમજવું. (૨૨૨) નિસગ અને અધિગમ માટેના બીજા શબ્દો—
शिक्षrssगमोपदेश श्रवणान्येकार्थिकान्यधिगमस्य । एकार्थः परिणामो भवति निसर्गः स्वभावश्च ॥२२३॥
અથ—શિક્ષા, આગમમાં કહેલી ખાખતના બીજાને ઉપદેશ આપવે અને શાસ્ત્રનું સાંભળવું તે અધિગમના સમાન અર્થવાચી શબ્દો છે, અને પાતાના પરિણામ અને પોતાના સ્વભાવ તે નિસર્ગના એક જ અર્થ જણાવનાર શબ્દો છે. (૨૨૩)
વિવેચન—આ ગાથામાં સમ્યક્ દનના જે એ હેતુએ બતાવ્યા તેના સરખા જ અર્થવાળા શબ્દો ખતાવી તે દ્વારા વણુ નથી દર્શીનને વધારે સ્પષ્ટ કરવામાં આવે છે, આપણે એ સમાન અથવાળા શબ્દોને જોઈ તે દ્વારા દનને સમજીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org