________________
પટ
તત્વ
સુખ--જેથી પ્રાણીને સારે સુખદ અનુભવ થાય તે પણ પુષ્યજન્ય હોઈ પૌગલિક છે, પુગળને સ્વભાવ છે.
જીવિત--આયુષ્ય, જીવન. એ પણ આયુષ્કર્મ પર આધાર રાખે છે. અને ઉપર જણાવ્યું તેમ કર્મો જુગળ હોવાથી જીવન પણ પૌગલિક જ છે.
મરણ–આયુષ્કર્મ પૂરું થતાં પ્રાણી મરણ પામી ભવાંતરમાં જાય છે. તે પણ પુગળને જ સ્વભાવ છે. શસ્ત્ર-હથિયારથી મરણ થાય, અગ્નિથી મરણ થાય, વિષ-ઝેરથી મરણ થાય એ સર્વ પૌગલિક છે.
ઉપગ્રહ–ઉપગ્રહ એટલે ઉપકાર.
ઉપકાર, પરિણામ કે સ્વભાવ એ ત્રણે શબ્દ એક જ અર્થ વ્યક્ત કરનાર છે, પર્યાય શબ્દો છે. પુગળને ઉપકાર એટલે પુગળનું કાર્ય. એક રીતે પુગળ કાંઈ પાડ કરતું નથી, પણ એવું કાર્ય કરી પરિણામ નીપજાવવું એ એને ધર્મ છે.
સંસારી–સંસારમાં વર્તતા જીવના.
સ્કંધ –અનેક અણુ મળીને મનુષ્ય અડી શકે, ઉપાડી શકે, ફેરવી શકે એવો સ્કંધ (પૌગલિક) થાય છે. ઉપર જણાવેલ સર્વ કે કઈ કઈ કાર્ય કરવા એ પુદુગળને સ્વભાવ છે. બે અણુઓને એક હયણુક થાય અને ત્રણ અણુઓને એક ચણક થાય, એવા અનેક ચણકને એક પુદ્ગળ કંધ થાય. આ સ્કંધનું આવા પ્રકારનું કાર્ય છે, એમ સમજવું. અત્ર પુદ્ગળ અજીવ તત્ત્વનું કાર્ય શું છે તે સ્પષ્ટ કર્યું. (૨૧૭) કાળ તથા જીવનું કાર્ય––
परिणामवर्तनाविधिपरापरत्वगुणलक्षणः कालः ।
सम्यक्त्वज्ञानचारित्रवीयशिक्षागुणा जीवाः ॥२१८॥ અથ–પરિણામ અને વર્તન અને પરતા અને અપરતા જેનું લક્ષણ છે તે કાળ નામનું દ્રવ્ય કહેવાય અને સમ્યકત્વ, જ્ઞાન, ચારિત્ર અને વીર્ય જેના ગુણે છે તે જીવ દ્રવ્ય છે. (૨૧૮).
વિવરણ–આ ગાથામાં બાકીના બે છેલ્લા દ્રવ્ય કાળ અને જીવની વ્યાખ્યા આપી જીવ અને અજીવ નામના પ્રથમના બે તને વિસ્તાર પૂરે કરવામાં આવશે, તે અવધારવું.
પરિણુમ–પરિણમન થઈ જવું તે. ટીકાકાર ખુલાસામાં કહે છે કે અંકુ-કેટા વધે છે, ઘટે છે તે સર્વ કાળ કરે છે. હાનિ કે વૃદ્ધિ થવી તે પરિણમન પર આધાર રાખે છે અને તે પરિણમન કાળ નીપજાવે છે.
વતના–આ વસ્તુ વતે છે, પેલી વસ્તુ વર્તતી નથી એ પણ કાળથી થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org