________________
પ્રશમરતિવિવેચન સહિત
(૧૦) તીથ કરની ઋદ્ધિ જોવા એક હાથનું શરીર કરે તે આહારક શરીર. જેના ઉદયે આવું શરીર પ્રાપ્ત થાય તે આહારક શરીરનામક. (તિય``ચ-મનુષ્ય)
(૧૧) જેના ઉદયે અન્નને પચાવનાર તેજસ શરીર પ્રાપ્ત કરે તે તૈજસ શરીર
નામકર્મ.
(૧૨) જેના ઉદયે કર્મના પરમાણુ આત્મપ્રદેશની સાથે મળે તે કાર્યણુશરીર-નામકર્મ. (૧૩) ઔદ્યારિક શરીરના અંગોપાંગ છે એ હાથ, એ ઊરુ, એક પીઠ, એક મસ્તક, એક ઉત્તર તથા એક હૃદય. એ આઠ અંગેાપાંગ જેના ઉદયે થાય તે અંગે।પાંગ નામકર્મ. (૧૪) જેના ઉદયે વૈક્રિય શરીરના અંગોપાંગ થાય તે વૈક્રિય અંગોપાંગ નામકર્મ, (૧૫) જેના ઉદયે આહારક શરીરના સદરહું અંગોપાંગ થાય તે આહારક અંગાપાંગ નામકર્મ.
(૧૬) જેના ઉચે પ્રથમ સંઘયણુ (છ સંઘયણુ પૈકી) મળે તે વાઋષભનારાચ સંઘયણ નામકર્મ,
(૧૭) જેના ઉદયે છ સંસ્થાન પૈકી પ્રથમ સમચતુરસ સંસ્થાન પ્રાપ્ત થાય તે સમચતુરસ્ર સંસ્થાન નામકર્મ.
પપર
(૧૮–૨૧) જેના ઉદયે શુભ વણુ, ગંધ, રસ અને સ્પર્શી મળે તે વણુ ચતુષ્ક નામકર્મ. (૨૨) જેના ઉદયે મધ્યમ વજનદાર શરીરની પ્રાપ્તિ થાય તે અગુરુલઘુનામકર્મ. (૨૩) જેના ઉદયે બીજા બળવાનને પાતે દુઃસહુ થઈ પડે તે પરાઘાતનામક, (૨૪) જેના ઉદયે સુખપૂર્વક શ્વાસ લેવાય મૂકાય તે શ્વાસેાસ નામકર્મ. (૨૫) જેના ઉદયે પરને તાપ ઉપજે તેવા શરીરની પ્રાપ્તિ થાય તે આતપનામકર્મ કહેવાય. (૨૬) જેના ઉદયે ચંદ્ર જેવી શીતળતા ઉત્પન્ન કરવાના હેતુરૂપ તેજવાળું શરીર પ્રાપ્ત થાય તે ઉદ્યોતનામકર્મ,
(૨૭) જેના ઉદયે હંસના કે વૃષભના જેવી પેાતાને ગતિ પ્રાપ્ત થાય તે શુભ વિહાયે ગતિ નામકર્મ.
(૨૮) જેના ઉદયે શરીરને યેાગ્ય સર્વ અવયવા યેાગ્ય સ્થળે ગાઠવાઈ જાય તે શક્તિનિર્માણુ નામકર્મ.
(૨૯) જેના ઉદયથી દેવતાના આયુષ્યની પ્રાપ્તિ થાય છે સુરાયુ. (છઠ્ઠું આયુકર્મ.) (૩૦) તે જ પ્રમાણે જેના ઉદયથી મનુષ્ય આયુષ્યની પ્રાપ્તિ તે નરાયુષ્ય. (સદર) (૩૧) જેના ઉદય તિર્યંચનું આયુષ્ય (ગતિ નહિ) પ્રાપ્ત થાય તે તિય‘ચ આયુષ્ય. (સદર) (૩૨) જેના ઉદયથી તીથકર થવાય તે તીર્થંકર નામકર્મ.
(૩૩) જેના ઉદયથી ત્રસપણું મળે તે ત્રસ નામકર્મ.
(૩૪) જેના ઉદયથી ખાદર શરીર મળે તે ખાદર નામકર્મ. (૩૫) જેના ઉદ્દયથી જીવ પેાતાની પર્યાપ્તિ પુરી કરે તે પર્યાપ્ત નામકર્મ,
Jain Education International
For Private, & Personal Use Only
www.jainelibrary.org