________________
૫૪૮
પ્રશમરતિ વિવેચન સહિત ભાગના બે ભાગ થઈ શકે નહિ એ અતિસૂક્ષમ બંધને અભિન્ન ભાગ નિવિભાજ્યરૂપ તે પ્રદેશ, તેની જ્યારે ખંધથી ભિન્ન કલ્પના થાય ત્યારે તે પરમાણુ કહેવાય છે. એ પુદ્ગલનું નિશ્ચયપણે લક્ષણ છે.”
પુદ્ગળનું વિશેષ વર્ણન હજુ આવતી ગાથામાં ગ્રંથકાર પિતે જ રજૂ કરશે. (૨૧૬) પુદગળના સ્વરૂપ વિશે વધારે–
कर्मशरीरमनोवाग्विचेष्टितोच्छ्वासदुःखसुखदाः स्युः ।
जीवितमरणोपग्रहकराश्च संसारिणः स्कन्धाः ॥२१७॥ અથ-કર્મ, શરીર, મનના વેગો, વચનના મેગે, કાયાના વેગો, જુદી જુદી જાતના વ્યાપારે શ્વાસોચ્છવાસ, દુઃખ અને સુખ, જીવતર (આયુષ્ય) અને મરણ એ સંસારીના ઉપકારને કરનારા સ્કન્ધ (પુદ્ગળ) છે. (૨૧૭)
વિવેચન–આ ગાથામાં પુદ્ગળના બીજા બાકી રહેલા ધર્મો સ્પષ્ટ કરે છે. આ તત્વનું પ્રકરણ ચાલે છે અને પુદ્ગળ અજીવ તત્વમાં આવે છે એ ધ્યાનમાં રાખવું.
કમ–કાશ્મણ શરીર અથવા કાર્મિક શરીર આખું પુદ્ગળનું બનેલું હોય છે. કર્મો પૌગલિક છે. જ્ઞાનાવરણાદિક આઠ પ્રકારનાં કર્મો કે તેની એક સત્તાવન પ્રકૃતિ એ સર્વ પૌગળિક છે.
શરીર–ઔદારિક, વૈક્રિય, આહારક અને તેજસ એ સર્વ શરીરે પણ પુદ્ગળના જ બનેલાં છે. તેથી તે પૌગલિક છે. શરીરને બનાવવું તે પુગળનું કાર્ય છે.
મન–મવર્ગણ તે પગલિક છે. મનુષ્યનું મન આકારને ધારણ કરે છે. તે આખું મન પૌદ્ગલિક છે એમ જાણવું.
વાકુ–વાણી, ઉચ્ચાર. મનુષ્ય બીજાને બોલીને સંભળાવે છે, ભાષણ કરે છે, કે રાડ પાડે છે, તે વસ્તુતઃ પદ્ગલિક છે. આ વાત શોધખોળના યુગ પહેલાં પણ જૈનેને જાણીતી હતી તે સમજવા જેવું છે. વચન પણ પૌગલિક છે એવી વાત છે. વાણી એ પુદ્ગળની બનેલી છે.
વિચેષ્ટિત–શરીરથી થતા જુદા જુદા પ્રકારના વ્યાપાર, કાયિક યોગ. કઈ વસ્તુ લેવી, ફેકવી, સંકોચવી, જુદા જુદા પ્રકારના વ્યાપાર કરવા એ સર્વ કાયગથી થાય છે. એ પૌગલિક છે, પુદ્ગળનું કાર્ય છે.
- ઉચ્છવાસ–શ્વાસેવાસ, શ્વાસ લે ને મૂક. આ, દશ પ્રાણ પૈકીને એક પ્રાણ પણ પૌદ્ગલિક છે, પુદ્ગળનું કાર્ય છે.
દુખ––માણસને કે અન્ય કોઈપણ પ્રાણીને પીડા બાધા થાય, તેને અનુભવ જે કરાવે તે પણ કર્મજન્ય હોવાથી પૌગલિક છે. કડવા, ખરાબ અનુભવને દુઃખ કહેવાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org