________________
પ્રશમરતિ વિવેચન સહિત અને અલકમાં વ્યાપી રહેલું, શબ્દ, રૂપ, રસ, ગંધ તથા સ્પર્શરહિત, અરૂપી, અનંત પ્રદેશેવાળું અને દૂધ જેમ સાકરને સ્થાન આપે છે તેમ બધા દ્રવ્યને સ્થાન આપવાના સ્વભાવવાળું આકાશદ્રવ્ય છે.
ઉપકાર–સહાય. સ્થાન આપવારૂપ ઉપકાર આકાશદ્રવ્ય કરે છે. ગગનમ–કેઈ સ્થાને ગમન એવો પાઠ છે, તે અશુદ્ધ પાઠ છે.
આ પ્રમાણે ધર્મદ્રવ્ય, અધર્મદ્રવ્ય અને આકાશદ્રવ્યનું શું કાર્ય છે તે સમજણમાં આવ્યું હશે. આ પ્રત્યેક દ્રવ્ય એક બીજાથી સ્વતંત્ર છે અને એક બીજામાં દાખલ થતું નથી. એ એ પ્રત્યેક દ્રવ્યનું સ્વતંત્ર વ્યક્તિત્વ છે. (૧૫) ચોથા પુદગલ દ્રવ્યનું કાર્ય—
स्पर्शरसवर्णगन्धाः शब्दो बन्धोऽथ सूक्ष्मता स्थौल्यम् ।
संस्थानं भेदतमश्छायोद्योतातपश्चेति ॥२१६॥ અર્થ–સ્પર્શ (ફરસના), રસ, વર્ણ, ગંધ અને શબ્દ એ પાંચે તેમ જ કર્મને આત્મા સાથે બંધ, નાનાપણું, સ્થૂળપણું, આકાર, વિભાગ, અંધારું, છાંયડે, પ્રકાશ અને સૂર્યને ઝળઝળાટ (એ વગેરે મુદ્દગળ દ્રવ્યના અસાધારણ પર્યાય છે.) (૨૧૬)
વિવેચન-પુગળ નામના ચેથા અજીવ દ્રવ્યને હેતુ, તેનાથી થતે ઓળખાણ સંબંધ, તેને વર્તવાની રીતનું આ ગાથા વર્ણન કરે છે. પુગળને સ્વભાવ શું છે તે આ ગાથામાં જરૂરી વિસ્તારથી બતાવ્યું છે.
૫ –આઠ પ્રકારના સ્પર્શે છે. અડવાથી ટાઢું કે ઊનું છે તે જણાય. આ સ્પર્શ બરછટ કે ચીકણ. વગેરે પુગળના પરિણામ ઉપર આધાર રાખે છે. સ્પર્શ જાતે જ પૌગલિક છે.
રસ–રસ પાંચ છે. કડવા કે મીઠા રસવાળા કે ખાટા રસવાળા થવું અને પિદુગલિક વસ્તુમાં પાંચમાંથી કોઈ પ્રકારને રસ તે પુગળના પરિણામ પર આધાર રાખે છે. એ પુદ્ગળ આત્મા સાથે ક્ષીરની પેઠે લાગી જાય છે.
ગધ–સુગંધ કે દુર્ગધ, સારી કે ખરાબ ગંધ વસ્તુની કે પ્રાણુની હોય, બેમાંથી એક ગંધ થવી તે પુદ્ગળ પર આધાર રાખે છે.
વણ–રંગ પાંચ છે. પાંચમાંથી કોઈપણ રંગ હોવો તે પુગળમાં અનિવાર્ય છે. અને તે રીતે લાલપીળા વગેરે થવું તે પુગળને સ્વભાવ છે. તેથી પુદ્ગળમાં જુદા જુદા પરિણામો થતાં રંગો પલટાઈ પણ જાય છે.
શબ્દ-કાને જે સાંભળવામાં આવે છે તે શબ્દ પણ પુદ્ગળ છે. શબ્દ-બોલેલા કે સાંભળેલા–એ પણ પુગળ છે એ વિચાર હજાર વર્ષ પહેલાં તત્વજ્ઞાનીના લક્ષમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org