________________
તત્વ હતે તે હકીક્ત આનંદ ઉત્પન્ન કરે છે. સચિત્ત, અચિત્ત અને મિશ્ર એવા ત્રણ વિભાગો શબ્દના થાય છે.
બંધ–આત્મા અને કર્મો જુદાં છે, છતાં ક્ષીરનીરની જેમ કર્મો આત્માને મળી જાય, એક થઈ જાય, મહામુશ્કેલીએ જુદા પડે તે પુગળને સ્વભાવ છે. કર્મો પૌગલિક છે.
સૂક્ષમતા–સૂકમપણે જાતે અત્યંત નાના-સૂક્ષમ હોવું તે પણ પુગળને જ સ્વભાવ છે.
સ્થૂળતા–જાડાઈ, સ્થૂળતા. ગ્રહણ ધારણ યંગ્ય સકને તૈયાર કરવા એ પણ પુગળને સ્વભાવ છે.
સંસ્થાનઆકાર, આકૃતિ. સમચતુર૩, પહોળું, વાનિયું, કુબડું વગેરે અનેક પ્રકારની આકૃતિઓ શરીરની થાય છે, તે સર્વ પુગળને સ્વભાવ છે. શરીરને આકાર સારે ખરાબ થવે તે પુદ્ગળની આકૃતિ પર આધાર રાખે છે.
તમ–અંધારું. અંધારું પિતે પણ પૌગલિક છે, પુગળને પર્યાય છે, તે જાણવા જેવું છે.
છાયા–આપણી છાયા પડે, એળે પડે તે પણ પુગળનો જ પર્યાય છે. જેવું શરીરે તેવી છાયા. ઝાડની છાયા શીત સ્વભાવી છે. આ છાયા પુદ્ગળને ધર્મ છે, એ પુદુગળનું કામ છે.
ઉદ્યોત–ચંદ્રને કે રત્નનો ઝળકાટ એ પુદ્ગળને લઈને છે. અને એ પુગળને ધર્મ છે, ઉપકાર છે.
આપ–તડકે, સૂર્ય ઊગે ત્યારે જે પ્રકાશ પડે છે તે પણ પુગળનો જ પર્યાય છે.
આ સિવાય પુદગળના કાર્યના અનેક દાખલા આવતી ગાથા (૨૧)માં આપવામાં આવશે. આ સંબંધે નવતત્વની ગાથા અગિયારમીનું વિવેચન પ્રસ્તુત હોવાથી અહીં આપવું ઉચિત ધાર્યું છે. તે ગાથાના ટબામાં કહે છે કે –
સચિન, અચિત્ત અને મિશ્ર એ ત્રણ પ્રકારમાંના ગમે તે પ્રકારને શબ્દ, અંધકાર તથા રત્ન પ્રમુખને પ્રકાશ તથા ચંદ્રમા પ્રમુખની જ્યોતિ તથા છાયા અને સૂર્ય પ્રમુખને * આતપ, વા એટલે બીજા નીચલા પદાર્થ પણ જાણવા. વર્ણ, ગંધ, રસ અને સ્પેશ એવા ગુણવાળ હોય અને જે ચૌદ રાજલેકમાં વ્યાપક, સંખ્યાત પ્રદેશી, અસંખ્યાત પ્રદેશી તથા અનંત પ્રદેશને પૂરણગલન સ્વભાવવાનું એ અખંડ પુદ્ગળાસ્તિકાય રૂપ બંધ, તે બંધને એક ભાગ અથવા કાંઈપણ ન્યૂનભાગ દેશ, તથા જે કેવળીની બુદ્ધિએ પણ એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org