________________
પ્રશમરતિવિવેચન સહિત ગતિ— —ચાર છે : દેવ, મનુષ્ય, તિય ચ અને નારક. તિયચની અંદર એકે'દ્રિય, એઇંદ્રિય, તેઇંદ્રિય, ચૌરિદ્રિય અને પૉંચેન્દ્રિય તિયાના સમાવેશ થાય છે. પંચેન્દ્રિય તિય "ચમાં જળચર, સ્થળચર અને ખેચરી તેમ જ ઉરપરિસર્પ અને ભુજપરિસપના સમાવેશ થાય છે. આ ચાર ગતિમાં સર્વ જીવના સમાવેશ થાય છે. મેાક્ષને પાંચમી ગતિ કહેવાય છે.
પરર
ઇંદ્રિય—કોઈ પ્રાણી એકેન્દ્રિય થાય, કોઈ એઇન્દ્રિય થાય, કોઈ પ્રાણી તૈઇંદ્રિય થાય, કોઈ ચરિંદ્રિય થાય, અને કોઈ પ`ચે દ્રિયપણું પામે. આ વિવિધતા ઔયિક ભાવનું પિરણામ છે.
સપદઃ-ઇંદ્રિયસંપત્તિ. કોઈ જીવ એકેદ્રિયપણું મેળવે, એવે અથ` ટીકાકાર કરે છે. ત્યાં તેમના મતે ઇન્દ્રિયસ પટ્ટુ' ઇંદ્રિયરૂપ સંપા અથમાં છે. અથવા વધતી એછી સંપત્તિ પામે, કોઇ વાર કોઈ ધનવાન થાય, કોઈ ગરીબ થાય વગેરે. આવા અર્થમાં પણ સંપ શબ્દ વાપરેલ હેાઈ શકે.
સુખદુ:ખ—પ્રાણીને સુખ અથવા દુ:ખ થાય છે તે પણ ઔયિક ભાવનું જ પરિણામ છે. કોઈ પાણી માગે ત્યાં દૂધ મળે અને કેટલાક પ્રાણી રગરગીને મરી જાય પણ એક બટકું રોટલેા પણ ન મળે; કેટલાક સારી શરીરત ંદુરસ્તી ધરાવે અને પથ્થર ખાય તે પણ નડે નહિ અને કોઇ નિર ંતર માંદા રહે અને મરવાને વાંકે જીવે. આવા આવા જે તફાવતા પ્રાણી પ્રાણી વચ્ચે પડે છે તે પાંચે ભાવની તરતમતાને કારણે છે.
અવિધ—આ તફાવત ટૂંકામાં આઠ પ્રકારના હેાય છે. હવે પછીની ગાથામાં એ આઠે પ્રકારો મૂળ ગ્રંથકર્તા પાતે જ ખતાવશે. ત્યારે પ્રાણી પ્રાણીમાં ફેર કેમ પડે છે તેને સ્પષ્ટ ખ્યાલ આવશે. એક પ્રાણી અને જા વચ્ચે જે તફાવત પડે છે તે આ પાંચ ભાવેાની તરતમતાને કારણે છે, આકસ્મિક નથી. આ કેટલું બધું સમજણપૂર્વકનું છે તે સમજવું અને તેની સ્થાપના કરનાર કેટલા વિચક્ષણુ હશે તે વિચારવું. આ પ્રાણી પ્રાણી વચ્ચેનેા તફાવત ધ્યાનમાં રાખવે . અને જીવતત્ત્વની વિચારણામાં તે અગત્યની બાબત છે એ ખ્યાલમાં રાખવું. (૧૯૮)
જીવાને જુદા પાડનાર આઠ કારણેા—
द्रव्यं कषाययोगानुपयेोगो ज्ञानदर्शने चैव । चारित्र' वीर्यं चेत्यष्टविधा मार्गणा तस्य ॥ १९९॥
અથ—દ્રવ્ય, કષાય, યાગ, ઉપયાગ, જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીર્ય એ તેના આઠ પ્રકારના ભેદો જાણવા. (૧૯૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org