________________
પ્રશમરતિ વિવેચન સહિત માગણ--ધર્મના પર્યાલચન દ્વારા અન્વેષણ છવદ્રવ્યની શોધખોળ કરતાં જે પરિણામ મળેલ તે અત્ર રજૂ કર્યું છે. તેના આઠ પ્રકાર છે.
આ આઠે પ્રકારની માણાને, અન્વેષણને હવે વિગતવાર બતાવશે. વિચારપૂર્વકની ધને માર્ગણ કહે છે. (૧૯) આત્માના પ્રકારે. માગણાનુસાર પ્રથમ ચાર પ્રકારે
जीवाजीवानां द्रव्यात्मा सकषायिणां कषायात्मा ।
योगः सयोगिनां पुनरुपयोगः सर्वजीवानाम् ॥२०॥ અથ–જીવ તથા અજીવને દ્રવ્યાત્મા, કષાયવાન પ્રાણીને કષાયાત્મા, ગસહિત (મન, વચન, કાયાની પ્રવૃત્તિ યુક્ત) હોય ત્યારે ગાત્મા અને પ્રત્યેક સર્વ જીને ઉપગાત્મા. (૨૦૦)
વિવરણ--આ ગાથામાં જે ઉપર આઠ માગણીઓ બતાવવામાં આવી તે અનુસાર જીવનું સ્વરૂપ બતાવવામાં આવે છે, તે સમજવું અને અવધારવું.
દ્રવ્યાત્મા–જે બહાર દેખાવ ધારણ કરે તે દ્રવ્યાત્મા. જીવ અને સર્વ અજી આકારને ધારણ કરે છે. ધર્મ અધર્મ વગેરે સર્વ જીવોને પણ આકાર હોય છે. નિરંજન નિરાકાર આત્મા પણ પુગળ સંગે આકાર ધારણ કરે છે. એટલે ભાવાત્મા તે આત્મા પોતે જ છે, પણ તે પુદ્ગળ સંગે આકાર ધારણ કરતે હેવાથી દ્રવ્યાત્મા કહી શકાય. યાદ રાખવું કે આપણે આત્માને જોઈ શકતા નથી. પણ પુદ્ગળ સંગે તે નવા નવા આકાર ધારણ કરે છે તે દ્રવ્યાત્મા છે. આવી રીતે અજીવો પણ આકાર ધારણ કરે છે, તેથી જીવ અને અજીવ દ્રવ્યની અપેક્ષાએ આત્મા છે.
કષાયાત્મા--જ્યારે માણસ ક્રોધ, માન, માયા કે લેભમાં પડી જાય છે ત્યારે તે કષાયમય થઈ જાય છે, તન્મય થઈ જાય છે, તે વખતે તે કષાયાત્મા કહેવાય છે. જેમ સામાયિક કરનાર શેઠ સામાયિકમાં હોવા છતાં ઢઢવાડે જઈ આવ્યા તેમ ક્રોધી, માની, માયાવી અને લેભી તે વખતે કષાયાત્મા છે.
યોગાત્મા--જ્યારે પ્રાણી મન, વચન, કાયાના કેઈ પણ યુગમાં પ્રવર્તતે હોય તે વખતે ગાત્મા કહેવાય છે. માત્ર ચૌદમે ગુણસ્થાને જ અગીપણું પ્રાપ્ત થાય છે. ત્યાં સુધી સર્વ ગાત્માઓ છે એમ જાણવું.
ઉપયોગાત્મા--આપણે આગલી ગાથામાં જોયું કે સર્વ જીવોને લાગુ પડે તેવું લક્ષણ ઉપયોગ છે. ઉપયોગ સર્વજને હોય છે (મેક્ષના ને પણ). તેથી સર્વ આત્મા ઉપગાત્મા કહેવાય છે. તે જ પ્રમાણે જ્ઞાનમાં વતે ત્યારે જ્ઞાનાત્મા, દર્શનમાં વતે ત્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org