________________
૫૨૮
પ્રશમરતિ વિવેચન સહિત લઈને જીવ(જીવતત્વ)ને શેધી કાઢવું. આ જીવનું સર્વ સુંદર તત્વ એનાં લક્ષણ વડે અહીં સમજવું. (૨૦૩). - વિવેચન—આ શ્લેકમાં બતાવે છે કે અનેક કારણે જીવના અનેક ભેદ થઈ શકે છે. અત્યારે જીવતત્વને વિચાર ચાલે છે. તેમાં તે અનેક પ્રકારે પ્રસ્તુત છે. આપણે આ કને ભાવ સમજવા પ્રયત્ન કરીએ.
સંગ–જેની સાથે જીવ જોડાયેલ હોય તેના આધારે જવના અનેક પ્રકાર પડી શકે. આપણે કષાયાત્મા, ગાત્મા વગેરે, સંગજન્ય તેના પ્રકારે બસેમી ગાથામાં જઈ ગયા. આ અનેક પ્રકારે જાણી લેવા, કારણ કે આત્માને બરાબર જાણવાને એ માર્ગ છે. આત્મા તે ઘણી રીતે સંગમાં પડી ગયેલ છે, તેથી તેના સંબંધે તેના અનેક પ્રકાર થાય. સંગ છૂટી જાય ત્યારે તે બંધ થઈ જાય છે. જેમ કે એ નરકગતિના સંગે નારક કહેવાય છે, પણ તે વખતે તેને દેવગતિસંગ નથી તેથી તેને દેવ ન કહેવાય. - અ૫બહત્વ–વળી મનુષ્ય ગર્ભજ અને સંમૂર્ણિમ ભેદે કરીને અસંખ્ય છે. તે બહુઓછા છે. તિર્યંચે એકે દ્રિય વગેરે ભેદે કરીને અનંત છે, તેના પ્રમાણમાં મનુષ્ય અલ્પ છે, ને તિર્યંચે બહુ છે. સંખ્યાની બાબતમાં મનુષ્ય તિર્યંચને પહોંચે નહિ. વળી આદિ શબ્દ ઉપર વાપર્યો છે તે નામ માટે સમજ. નામાદિ દરેકના જુદા હોય. પ્રાણી દેવચંદ તરીકે હસ્તિ ધરાવતે હોય પણ અમરચંદ તરીકે નહિ. આવી રીતે લક્ષણભેદે અને નામદે મનુષે જુદા જુદા થાય. અસ્તિ-નાસ્તિ ભેદે તે જુદા પડે. આ અસ્તિનાસ્તિ ભાવ સમજો. મનુષ્યના આવા અનેક પ્રકાર પાડી શકાય છે.
આવી રીતે જીવતત્વના અનેક પ્રકાર થાય. તે બધાનાં કારણોમાં સંયોગ અને અલ્પબદ્ધત્વ છે. તેને લઈને તેના અનેક ભેદ પડે છે. પ્રકારો પડવાનું કારણ આથી ખ્યાલમાં આવી જશે. જીવતત્ત્વની વાત ચાલે છે, તે ધ્યાનમાં રાખવું. (૨૦૩) સર્વજીનું એક લક્ષણ અપેક્ષાએ –
उत्पादविगमनित्यत्वलक्षणं यत्तदस्ति सर्वमपि ।
सदसद्वा भवतीत्यन्यथाऽपितानर्पितविशेषात् ॥२०४॥ અર્થ–સર્વ વસ્તુઓ ઉત્પન્ન થાય છે, નાશ પામે છે અને તેની અંતર્ગત નિત્યત્વ રહેલું છે. તે સર્વ વસ્તુ સત્ અને અસત્ અપેક્ષાએ અને અપેક્ષાની ગેરહાજરીમાં થઈ શકે. (૨૦૪)
વિવેચન–આ ગાથામાં સર્વ વસ્તુની વ્યાખ્યા અને તેની અપેક્ષા આપવામાં આવી છે. આ વિભાગ બહુ ઝીણવટથી ગ્રાહ્યમાં લેવા યોગ્ય છે. એમાં નય અને અપેક્ષાવાદને બહુ યુક્તિથી વિચારવામાં આવેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org