________________
પ૩૦
પ્રશમરતિ વિવેચન સહિત તેમ જ એને કઈ સ્થાયી આધાર ન હોવાને લીધે એ ક્ષણિક-પરિણામ-પરંપરામાં સજાતીયતાને અનુભવ ક્યારે પણ ન થાય, અર્થાત્ પહેલાં કોઈવાર જોયેલી વસ્તુને ફરીથી જોતાં જ જે “આ તે જ વસ્તુ છે એવું પ્રત્યભિજ્ઞાન થાય છે તે કઈ પણ રીતે ન થાય, કેમકે પ્રત્યભિજ્ઞાનને માટે જેમ એની વિષયભૂત વસ્તુનું સ્થિરવું આવશ્યક છે, તેમ જ દ્રષ્ટા આત્માનું પણ સ્થિરત્વ આવશ્યક છે. એ રીતે જડ અથવા ચેતનતત્વ માત્ર જે નિર્વિકાર હોય તે એ બંને તત્ત્વના મિશ્રણરૂપ જગતમાં ક્ષણક્ષણમાં દેખા દેતી વિવિધતા કયારે પણ ઉત્પન્ન ન થાય. એથી પરિણામિનિત્યત્વવાદને જૈનદર્શન યુક્તિસંગત માને છે.”
- નિત્યની બીજી વ્યાખ્યા–“સત્ પિતાના સ્વભાવથી યુત થતું નથી માટે નિત્ય છે. ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યાત્મક રહેવું એ જ વસ્તુમાત્રનું સ્વરૂપ છે. આ સ્વરૂપ સત્ કહેવાય છે. સસ્વરૂપ નિત્ય છે, અર્થાત્ તે ત્રણે કાળમાં એકસરખું અવસ્થિત રહે છે. એવું નથી કે કોઈક વસ્તુમાં અથવા વસ્તુમાત્રમાં ઉત્પાદ, વ્યય તથા ધ્રૌવ્ય કયારેક હોય અને ક્યારેક ન હોય. પ્રત્યેક સમયમાં ઉત્પાદાદિ ત્રણે અંશ અવશ્ય થાય છે. એજ સત્વનું નિત્ય છે. પિતાપિતાની જાતિને ન છોડવી એ જ બધાં દ્રવ્યનું ધ્રૌવ્ય છે અને પ્રત્યેક સમયમાં ભિન્ન ભિન્ન પરિણામરૂપે ઉત્પન્ન અથવા નષ્ટ થવું એ એમને ઉત્પાદ-વ્યય છે. ધ્રૌવ્ય તથા ઉત્પાદ-વ્યયનું ચક્ર દ્રવ્યમાત્રમાં સદા દેખાય છે.
આ ચક્રમાંથી કયારે પણ કોઈ અંશ મુક્ત–લુપ્ત થતું નથી, એ જ આ સૂત્ર દ્વારા બતાવ્યું છે. પૂર્વ સૂત્રમાં પ્રૌવ્યનું કથન છે એ દ્રવ્યના અન્વયી સ્થાયી અંશમાત્રને લઈને છે અને અહીં નિત્યત્વનું કથન છે તે ઉત્પાદ-વ્યય અને ધ્રૌવ્ય એ ત્રણે અંશેના અવિછિન્નત્વને લઈને છે. આ જ પૂર્વસૂત્રમાં કથિત ધ્રૌવ્ય અને આ સૂત્રમાં કથિત નિત્યત્વની વચ્ચે અંતર છે.” - સદસહવા–વસ્તુના સત્-અસત્ ભાવો માટે ઉપર વિવેચન થઈ ગયું, ત્યાંથી ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત સત્' સમજી લેવું. દરેક વસ્તુમાં ઉત્પત્તિ, વિનાશ અને નિત્યપણું કાયમ છે. આ સમજવાથી જૈન ધર્મના જીવતત્ત્વને બરાબર સમજવામાં આવશે.
આપત-અનપિત—અહીં અર્પિત એટલે અપેક્ષા સમજવી. આપણી જાતને અર્પણ કરી દેવી એ અર્પિતવાદ છે. પંડિત સુખલાલજી આ સૂત્ર સમજાવતાં જે વિવેચન કરે છે તે અત્રે પ્રસ્તુત છે. તેઓ આ આ “અતિ-અનપિતસિદ્ધઃ' (-૩૧) સૂત્રને અંગે લખે છે કે “પ્રત્યેક વસ્તુ અનેક ધર્માત્મક છે કેમકે અર્પિત એટલે અર્પણ અર્થાત્ અપેક્ષાથી, અને અનર્પિત એટલે અનપણા અર્થાત્ બીજી અપેક્ષાએ વિરુદ્ધ સ્વરૂપ સિદ્ધ થાય છે.”
- તેઓ સદર સૂત્ર પર વિવેચન કરતાં જણાવે છે કે “પરસ્પર વિરુદ્ધ કિંતુ પ્રમાણસિદ્ધ ધર્મોને સમન્વય એક વસ્તુમાં કેવી રીતે થઈ શકે છે, એ બતાવવું, તથા વિદ્યમાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org