________________
પ૩૩ સદ્ભાવ હાજર સમજવા, તે છે જ એમ જાણવું. જેમ એક પુરુષને ભાઈ હોય, તે કોઈને પુત્ર હોય, કેઈને પિતા હોય એમ એનામાં અનેક ભાવભ્રાતૃત્વ, પુત્રવ, પિતૃત્વ, એકી સાથે હાજર રહેવાથી કોઈ એને ભાઈ કહે એથી તે કેઈને પુત્ર મટી જ નથી.. અહીં પણ એ પ્રકારની વિવક્ષા લેવાને લીધે બીજા વાદીઓની પિઠે જૈનમાં દોષ નથી. જેમ હાથની આંગળી મૂતિરૂપે રહે, હજુપણે તે નાશ પામે અને વાંકાઈથી તે ઉત્પન્ન થાય એવી રીતે વસ્તુઓ ઉત્પાદ વગેરે ત્રણથી યુક્ત હોય છે અને તેવા રૂપે તે સર્વ વસ્તુ સત્ રહે. જે વસ્તુ ન હોય તેનામાં ઉત્પત્તિ, વિનાશ કે ધ્રુવતા ન જ હોય, દાખલા તરીકે ખરવિષાણ (ગધેડાનું શિંગડું).
અહીં સુધી બે જાતના વિકલ્પને કહ્યા. ૧. સ્વાદતિ અને ૨. સ્વાનાસ્તિ.
વસ્તુ છે અને નથી એ ત્રીજો વિકલ્પ પણ સંભવે છે એટલે “સ્વાદસ્તિ ચ નાસ્તિ ચ” એવો ત્રીજો વિકલ્પ થાય છે.
વળી અપેક્ષાએ અને અપેક્ષા વગર ચાર બીજા વિકલ્પ સૂચિત થાય છે. તે આ પ્રમાણે—(૪) સ્યાદવક્તવ્ય એટલે કથંચિત્ અવક્તવ્ય છે. (૫) સ્યાત્ અસ્તિ ચ અવક્તવ્યસ્થ એટલે એ છે છતાં વક્તવ્ય નથી. (૬) સ્વાનાતિ ચ અવક્તવ્યસ્ત્ર, નથી અને વક્તવ્ય પણ નથી. (૭) સ્વાદસ્તિ ચ નાસ્તિ ચ અવક્તવ્ય. આવી રીતે સપ્તભંગી થાય છે. વિશેષ વિગતે જાણવાની ઈચ્છકે પ્રશમરતિની ટીકા જેવી. (૨૦૪). ઉત્પત્તિ અને વિનાશની સમજણ–
योऽर्थों यस्मिन्नाभूत् साम्प्रतकाले च दृश्यते तत्र ।
तेनोत्पादस्तस्य विगमस्तु तस्माद्विपर्यासः ॥२०५॥ અર્થ-જે ચીજ એમાં પ્રથમ નહોતી અને તેમાં તે અત્યારે દેખાય છે તે વસ્તુની ઉત્પત્તિ થઈ કહેવાય, એથી ઊલટું જે થાય તેનું નામ વિગમ કહેવાય છે. (૨૦૫)
- વિવેચન—એ પ્રમાણે સની વ્યાખ્યા કર્યા પછી હવે આ ગાથામાં ઉત્પત્તિ (ઉત્પાદ) અને વિનાશને સમજાવે છે. વસ્તુસ્વરૂપની સમજણ માટે આ જરૂરી વ્યાખ્યા છે, તે ધ્યાનપૂર્વક વાંચવી.
ઉત્પાદ– માટીમાં ઘડે ન હતું પરંતુ અત્યારે માટીમાં ઘડે દેખાય છે. દંડ, ચક્ર અને કુંભારની પ્રવૃત્તિ તેને હયાતીમાં લાવે છે. આમ માટીમાંથી ઘડાને ઉત્પાદ થાય છે. માટી જે અત્યાર સુધી ઘટાકારે પરિણમી ન હતી તે હવે ઘટાકારે પરિણમે છે, પરિણામે ઘ દેખાય છે. માટીમાં ઘડે દેખાય ત્યારે માટીમાં ઘડે ઉત્પન્ન થાય છે. તે પહેલાં તે માટીમાં હેત નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org