________________
પ્રશમરતિ વિવેચન સહિત - પારકી કથા કરવા કરતાં ધ્યાનમગ્ન રહેવું સારું—
... यावत् परगुणदोषपरिकीर्तने व्याप्तं मनो भवति ।
तावद्वरं विशुद्धे ध्याने व्यग्रं मनः कर्तुम् ॥१८४॥ અથ_એટલે વખત પારકા ગુણ કે દોષ કહેવામાં મન વ્યગ્ર રહેતું હોય તેટલે વખત મનને વિશુદ્ધ ધ્યાનમાં લાગેલું રાખવું તે સારું છે. (૧૮)
વિવેચન–ચાવતું—એટલે વખત મન આત્મવ્યતિરિક્ત પારકાના ગુણ કે દેશે વર્ણવવામાં લાગેલું કે ઉદ્યમવંત રહે તેટલે વખત વગેરે. તેવા સમયે શું કરવું વધારે સારું છે તે વાત અહીં કહે છે. આ પ્રાણી પારકાની સારીખરાબ વાતે કરવામાં ઘણું ઘણું પહોળું થઈ જાય છે. તે વખતે તેને કાંઈ કામ હોય તેમ લાગતું નથી. ગ્રંથકાર કહે છે કે એટલે વખત ધ્યાનમાં કાઢ સારે છે. આ ગાથામાં એક ઘણે અગત્યને પ્રશ્ન ચર્ચવામાં આવ્યું છે તે આપણે નીચે વિચારીશું. '
પરગુણદોષપરિકીર્તન-પારકાના ગુણ અને દેષ બહલાવી કહેવા નહિ. પારકાના ગુણનું પણ પરિકીર્તન ઈચ્છવા જોગ નથી. પારકા દેષ બોલવા નહિ, તેની વાતે બીજા પ્રાણીને કરવી નહિ તે તે સમજાય તેવી વાત છે, પણ પારકા ગુણનું પણ પરિકીર્તન સારું નથી. આ ઉપદેશ ઘણું ઊંચી હદને છે. પારકાની સારી કે ખરાબ વાતેમાં સમય વ્યતીત ન કરવો તે અત્ર ઉપદેશ છે. એમાં જે વખત જાય તે જ વખત ધ્યાનમાં કાઢ તે વધારે સારું છે. બાકી આખી પ્રમોદ ભાવના પરગુણ ઉપર રચાયેલી છે, તે ભાવનાને અત્ર નિષેધ નથી, પણ અર્થ વગરની નકામી પારકાની પંચાત ન કરવી. પર એટલે પિતા સિવાયના સર્વ, પારકા એ અર્થમાં સમજવું.
પરગુણપરિકીર્તનમાં બડાઈ, શેખી અભિપ્રેત છે. અમારા દેશની રાણી આવી છે ને તેનાં રૂપ ગુણ આવાં છે એવી બડાઈ મારી શેખી કરવાની સામે આ ઉપદેશ છે. બાકી ભૂજ જાણવી, માન આપવું તેને પ્રતિષેધ નથી.
- વ્યાકૃત–રચેલું પચેલું, મશગૂલ. મન પારકી વાતે કરવામાં ઉઘુક્ત રહે, પારકી વાતે કરવામાં હોંસલે તેના બદલે તે જ વખત વધારે સારી રીતે ગાળવાને માર્ગ આ ગાથામાં બતાવવામાં આવ્યું છે. '
મન-મન એટલે અહીં અંતઃકરણ સમજવું, એમ ટીકાકારો કહે છે. પણ મનને ધર્મ જ વિચારણું છે અને પારકી ગુણવગુણની વાત મન જ કરે છે, એટલે આપણું સાધારણ મન સમજવામાં કાંઈ વાંધે જણાતું નથી.
તાવ આવી ગુણની બડાઈ હાંકવામાં કે પારકા દે એવામાં જેટલે સમય જાય છે તેટલે કાળ આ રીતે પસાર કરે. નકામી સારી કે માઠી વાતમાં વખત બરબાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org