________________
જુદો માર્ગ જ મળી જાય છે અને એ રાગદ્વેષને માર્ગ મૂકી વિશુદ્ધ ધર્મમાગે આવે છે. તેની દિશા ફરી જાય છે.
સંત્રાયતે–શાસ્ત્રમાં એક “શાસ્” ધાતુ આવ્યું તેનું ઉપર વર્ણન કર્યું, બીજુ, એમાં વૈ' ધાતુ આવે છે. તેને અર્થ “રક્ષણ કરવું છે. મંત્રાયતે એટલે જે રક્ષણ કરે છે, દુખથી જે બચાવે છે તે શાસ્ત્ર. શાસ્ત્રનાં બે કામ થયાં, એક તે એ અનુશાસન કરે છે અને બીજું એ દુઃખમાંથી બચાવે છે, રક્ષણ કરે છે. તેની આ પ્રમાણે વ્યુત્પત્તિ થઈ. રાગદ્વેષથી ઉદ્ધત થયેલા ચિત્તને અનુશાસન કરી ઠેકાણે લાવે અને દુખમાંથી જે બચાવી લે તે શાસ્ત્ર.
તસ્માત–તે કારણે. આ ઉપર જે વ્યુત્પત્તિ કરી તેમાંથી આપણને તે બે કારણે મળી ગયાં. તેટલા માટે એને શાસ્ત્ર કહેવામાં આવે છે. તે વાત આવતી ગાથામાં બહુ સ્પષ્ટ કરશે. (૧૮૭) માટે શાસ્ત્રને અનુસરવું
शासनसामर्थेन तु संत्राणवलेन चानवद्येन ।
યુર વાછાણં તરવૈતત સર્વવિનમ્ ૨૮૮ અથશાસન કરવાની શક્તિથી અને નિર્દોષ રક્ષણ આપવાની શક્તિથી જે યુક્ત હેય તેને શાસ્ત્ર કહેવાય એવું તીર્થકર મહારાજનું વચન છે. (૧૮૮)
વિવેચન–શાસન સામર્થ્ય–ઉપર જણાવ્યું તેમ શાસન કરવાની તેનામાં સમર્થાઈ હોવાને કારણે એ શાસ્ત્ર કહેવાય છે. પોતે જે હુકમ કરે તેને અમલ કરાવવાની તેનામાં શક્તિ છે. શાસ્ત્ર હુકમમય જ હોય છે. તમારે આમ કરવું કે તેમ ન કરવું એવા ફરમાન શાસ્ત્રમાંથી કાઢેલાં હોય છે. - સત્રાણરક્ષણબળ શાસ્ત્રમાં ભરપૂર હોય છે. તે બતાવે છે કે તમે અમુક કામ નહિ કરે તે તમે નરકાદિક ગતિમાં નહિ પડે. આવી રીતે એ પ્રાણીને પિતાના જોરથી બચાવી લે છે.
અનવન–નિર્દોષ. એ શાસ્ત્રમાં જે બળ છે તેમાં અને આ ચાલુ શારીરિક બળમાં ઘણે તફાવત છે. શારીરિક સ્થળ બળ તે પાપથી ભરપૂર હોય છે, પણ શાસ્ત્ર જે પદ્ધતિ બતાવે તે નિર્દોષ હોય છે. એમાં કઈ જાતની દષાપત્તિને પ્રસંગ નથી. આ સર્વવિદ–અને શાસ્ત્ર કહે છે એમ તીર્થંકરે કહે છે. અથવા, આવા પ્રકારનું શાસ્ત્ર તે તીર્થંકરનું વચન જ હોઈ શકે એવો પણ અર્થ થઈ શકે. તીર્થકરને કઈ જાતની આશા અપેક્ષા ન હોવાથી તેઓ જે બેલે તે જે શાસ્ત્ર છે, તે અનુશાસન પણ કરે છે
Jain Education International
For Private & Personal Use Only
!
www.jainelibrary.org