________________
માટે પ્રયત્ન કરે. નિશ્ચય હોય તે ધારીએ તેવું કામ થઈ શકે છે. એ વાતને વિચાર કરી વખતને સદુપયોગ કરો અને નકામી વાત તજવી.
શાસ્ત્રના અધ્યયન અને અધ્યાપનની વાત કરવી. તે શાસ્ત્ર કેવાં હોય તે આવતી ગાથામાં જણાવે છે. આવતી ગાથા પણ આજ વિષયના સમર્થનને અંગે છે. (૧૮૫) શાસ્ત્રની વ્યુત્પત્તિ-- -
शास्विति वाग्विधिविद्भिर्धातुः पापठ्यतेऽनुशिष्टयर्थः।
वेडिति च पालनार्थे विनिश्चितः सर्वशब्दविदाम् ॥१८६॥ અર્થ—શાસ્ત્ર શબ્દમાં શાસ્ અને ટૌ એવા બે શબ્દ છે. વિધિને જાણનાર ચૌદપૂર્વધરોએ નિર્ણય કર્યો છે કે શાસ્ ધાતુ પરિચયના અર્થમાં વપરાય છે અને ગૌ ધાતુ પાલનના અર્થમાં વપરાય છે. આ નિર્ણય પંડિતએ કરેલ છે. (૧૮૬) - વિવેચન-હવે અહીં શાસ્ત્ર શબ્દની વ્યુત્પત્તિ સ્પષ્ટ કરે છે. જ્યારે અમુક શબ્દનું મૂળ ન સમજાય ત્યારે તેને નિઘંટુ-મૂળ શબ્દ શોધ અને ચૌદપૂર્વધર જે અર્થ સ્વીકારતા આવ્યા છે તે સમજવો જરૂરી છે. શાસ્ત્રને ભણવા, ભણાવવાની જ્યારે આપણે ઉપર વાતે કરી ત્યારે મોટા પૂર્વધરે એ “શાઅ” શબ્દ કેવા અર્થમાં વાપર્યો છે તે જાણવું જોઈએ, કે જેથી શાસ્ત્ર શું છે તેની ખરી મહત્તા આપણને જણાય અને એને ભણવ ભણાવવામાં સમય ગાળો તે વાજબી છે, ઉપયોગી છે, તેમ આપણને સ્પષ્ટ સમજાય. તેટલા માટે આપણે શાસ્ત્ર શબ્દના મૂળ તરફ જઈ તેની વ્યુત્પત્તિ સમજીએ. વેદને સમજવા એના છએ અંગે જાણવા પડે છે, તેમાં નિરુક્ત વ્યુત્પત્તિ તરફ ધ્યાન આપે છે. વાસ્કે આ નિરુક્ત ઉપર ટીકા લખી છે. એ નિરુક્ત કે નિઘંટુની રીતે આપણે શાસ્ત્ર શબ્દ વિચારીએ.
શાસ–ચૌદપૂર્વધર જે વાણી કેવી રીતે વાપરવી તેમાં પૂર્ણ અભ્યાસી હતા, મહાયાકરણીય હતા, શબ્દશાસ્ત્રની સર્વ વિધિએ જાણતા હતા, તેઓ જણાવી ગયા છે કે શાસ્' ધાતુ અનુશાસનના અર્થમાં વપરાય છે, એટલે કોઈને અનુશિષ્ટિ કરવી હેય, કાંઈ દેરવણી આપવી હોય, કઈ હુકમ કરે છે તે અર્થમાં એ શાસ્ ધાતુ વપરાય છે. આવા મોટા પૂર્વ ધરે અને અક્ષરને પ્રયોગ જાણનારા જે કહે તે આપણે સ્વીકારવું જોઈએ. આ હુકમની પદ્ધતિ બરાબર અનુસરણને યોગ્ય છે.. - ઐહૌ ધાતુ પાલનના અર્થમાં વપરાય છે. “ત્રાયતે શબ્દ એ ધાતુ પરથી જ નીકળે છે, વ્યાકરણ સમજનારે એ નિશ્ચય કર્યો છે. “શાસ્' ધાતુ અનુશાસનના અર્થમાં અને ત્ર' ધાતુ પાલનના અર્થમાં વપરાય છે.
અનુશિષ્ટિ--હુકમ, દેરવણી, અનુશાસન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org