________________
તત્વ
૫૧૧ આ રીતે હજુ વધારે પ્રકારે આવશે. તે આપણે જોઈશું. સર્વ સંસારી જીવોના આ રીતે એકથી પ૬૩ પ્રકાર પડી શકે છે. આ સર્વ વાત શાસ્ત્રમાં બતાવવામાં આવી છે, જણાવવામાં આવી છે. (૧૯૧). પાંચ અને છ પ્રકારના જીવો (સસારી –
पञ्चविधास्त्वेकद्वित्रिचतुष्पञ्चेन्द्रियास्तु निर्दिष्टाः ।
क्षित्यम्बुवह्निपवनतरवस्त्रसाश्चेति षड्भेदाः ॥१९२॥ અથ–સર્વ (સંસારી) જીવો પાંચ પ્રકારના છે. એકે દ્રિય, હીન્દ્રિયે, તેઈદ્રિયે, * ચૌરિંદ્રિય અને પંચેન્દ્રિયે એમ બતાવવામાં આવ્યા છે અને પૃથ્વીકાય, અકાય, તેજસકાય, વાયુકાય, વૃક્ષો અને ત્રસજીવો એમ છ ભેટવાળા (સંસારી) જીવો હોય છે. (૧૨)
વિવરણ –(સંસારી જીવોના પાંચ અને છ પ્રકાર કેવી રીતે પાડવામાં આવે છે તે ઉપર જણાવાઈ ગયું. ગ્રંથકાર પિતે જ તેને ખુલાસો આ ગાળામાં કરે છે, તે ઉપરના ખુલાસા સાથે જોડવો. તેઓ ઉપર જણાવેલ અભિપ્રાય જેવો જ મત આપે છે. એટલે ઉપર નેધેલા અભિપ્રાયને પુષ્ટિ મળે છે.
એકેદ્રિય--જેમને માત્ર સ્પર્શન નામની એક જ ઇંદ્રિય હોય તે સર્વ એકેદ્રિય કહેવાય છે. પૃથવી, પાણી, અગ્નિ, પવન અને વનસ્પતિના સર્વ જીવો એક સ્પશેન્દ્રિયવાળા હોય છે.
દ્વીંદ્રિય–બેઇદ્રિયવાળા. શંખ, કડાં, છીપલાં, જળ વગેરે જીવોને બે ઈદ્રિય હોય છે. સ્પર્શન અને રસ લઈ શકે તે રસના (છઠ્ઠા) એ બે ઇંદ્રિયવાળા જીવો બેઇદ્રિય હેય છે.
ત્રિક્રિય–તેઇદ્રિય જીવોને ત્રણ ઇદ્રિ હોય છે. સ્પર્શન અને રસના ઉપર જણાવેલી તેમાં નાસિકા-વાસ લેવાની ઇન્દ્રિય વધે છે. માંકડ, ધનેડાં, જૂ, મંકોડા, યેલ (ઈયળ) વગેરે જીવોને ઉપર જણાવેલ ત્રણ ઇક્રિય હોય છે.
ચતુરિંદ્રિય–ભમ, માખી, વીંછી, તીડ વગેરે જીવોને ચાર ઈદ્રિયે હોય છે. સ્પર્શન, રસના, ઘાણ સાથે જોવાની ચક્ષુરિંદ્રિય ભળે છે. આ ઇંદ્રિયે જેને હોય તે ચરિંદ્રિય જીવો કહેવાય છે. અત્યાર સુધીના સર્વને સમાવેશ તિર્યંચમાં થાય છે.
પઢિય–જેમને સ્પર્શન, રસન, નાસિકા, અને જોવાની ઇન્દ્રિય ઉપરાંત કાન (શ્રોત્ર) હોય તે પંચેન્દ્રિય જીવો કહેવાય છે. આ પંચેન્દ્રિય જીવોમાં જે તિર્યંચે છે તે જળચર, સ્થળચર, અને ખેચર તેમ જ ભુજ પરિસ અને ઉર પરિસર્ષ કહેવાય છે. જળમાં ચાલનારા તે જળચરે–મગરમચ્છ, માછલાં વગેરે. સ્થળચર જમીન પર ચાલે છે–ગાય. ભેંસ, બકરાં વગેરે. ખેચરે આકાશમાં ઊડે છે, જેવાં કે પિપટ, કબૂતર, કાગડા ઇત્યાદિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org