________________
તત્વે વિષ્યના જ્ઞાન આદિ જે પરિણામે અનુભવાય છે, તે પરિણામે માત્ર માનવા અને તે બધા વચ્ચે અખંડ સૂત્રરૂપ કોઈ સ્થિર તત્ત્વનું ન હોવું તે જ બૌદ્ધ મતાનુસાર, નિરન્વય પરિણામોને પ્રવાહ છે એમ સમજવું. જેનદર્શનનું કહેવું છે કે પ્રાકૃતિક જડ પદાર્થોમાં કૂટસ્થનિત્યતા નથી, તેમ જ એકાંતક્ષણિક્તા પણ નથી, પણ પરિણામિનિત્યતા છે, તે પ્રમાણે આત્મા પણ પરિણામિનિત્ય છે. એથી જ જ્ઞાન, સુખદુઃખ આદિ પર્યાયે આત્માના જ સમજવા જોઈએ. ગમે તેટલા હાડાના ઘા પડે છતાં જેમ એરણ સ્થિર રહે છે તેમ દેશકાળ આદિના વિવિધ ફેરફાર થવા છતાં વસ્તુ જરાયે ફેરફાર નથી પામતી, એ ફૂટસ્થનિત્યતા. મૂળ વસ્તુ ત્રણેય કાળમાં સ્થિર રહ્યા છતાં દેશકાળ આદિ નિમિત્ત પ્રમાણે ફેરફાર પામ્યા કરે એ પરિણમિનિત્યતા.
આત્માના બધા પર્યાયે એક જ અવસ્થાવાળા નથી હોતા. કેટલાક પર્યાયે કઈ એક અવસ્થામાં તે બીજા કેટલાક બીજી કઈ અવસ્થામાં મળી આવે છે. પર્યાની તે ભિન્ન ભિન્ન અવસ્થાઓ, ભાવ કહેવાય છે. આત્માના પર્યાયે અધિકમાં અધિક પાંચ ભાવવાળા હોઈ શકે છે. (આ ગ્રંથકારના મતે ભાવ જ છે.) તે પાંચ ભાવે ઉપર જણાવ્યા છે.
એ જ પાંચ ભાવે આત્માનું સ્વરૂપ છે. અર્થાત્ સંસારી અથવા મુક્ત કેઈપણ આત્મા હોય એના સર્વ પર્યાયે ઉક્ત પાંચ ભાવોમાંથી કેઈ ને કોઈ ભાવવાળા અવશ્ય હોવાના. અજીવમાં ઉક્ત પાંચ ભાવવાળા પર્યાયને સંભવ નથી. તેથી એ પાંચે ભાવો . અજીવનું સ્વરૂપ થઈ શકતા નથી. ઉપરના પાંચ ભાવ એકી સાથે બધા જીવમાં હોય છે એ નિયમ નથી. સર્વ મુક્ત જીમાં ફક્ત બે ભાવ હોય છે : ક્ષાયિક અને પારિણમિક. સંસારી જીવેમાં કેઈ ત્રણ ભાવવાળા, કોઈ ચાર ભાવવાળા અને કોઈ પાંચ ભાવોવાળા હોય છે, પરંતુ બે ભાવવાળે કોઈ સંસારી જીવ હેતું નથી. અર્થાત્ મુક્ત આત્માના પર્યાયે ઉક્ત બે ભાવમાં અને સંસારીના પર્યાયે ત્રણથી પાંચ ભાવોમાં પ્રાપ્ત થાય છે. એથી જ પાંચ ભાવને જીવનું સ્વરૂપ કહ્યા છે. એ કથન જીવરાશિની અપેક્ષાએ કે કઈ જીવવિશેષમાં સંભવની અપેક્ષાએ સમજવું. - જે પર્યાયે ઔદયિક ભાવવાળા છે તે ભાવિક” અને બાકીના ચારે ભાવવાળા પર્યાયે સ્વાભાવિક છે.
ઉક્ત પાંચ ભાના પ૩ ભેદ ઉમાસ્વાતિ વાચકે શ્રીતત્વાર્થસૂત્રમાં ગણાવ્યા છે. કયા કયા ભાવવાળી કેટલા પર્યાયે છે અને તે કયા કયા, તે ત્યાં બતાવેલ છે અને આપણે તે આવતી ગાથામાં જોઈશું.
| સર્વોપશમ માત્ર મેહનીય કર્મને જ થાય છે. દર્શન મેહનીય કર્મના ઉપશમથી સમ્યકત્વ પ્રકટ થાય છે અને ચારિત્રમોહનીય કર્મને ઉપશમથી ચારિત્ર પ્રકટ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org