________________
૫૦
પ્રશમતિ વિવેચન સહિત વેદ નાશ જ પામી જાય છે. ત્યાં કોઈ જાતના વેદના ઉદય હોતા નથી. છાણાના અગ્નિ જેવા, વેદના ઉદય થયા પછી પદર દિવસ સુધી પહોંચે તે વેદના ઉદય સમજવે.
પુ—પુરુષવેદના હૃદયવાળાને આ ભેાગવવાની ઇચ્છા રહ્યા કરે છે. એ તૃણુના અગ્નિ સમાન છે. તાત્કાલિક એના ઉદય થાય છે. ભડકા થાય તેટલા વખત એ રહે છે. એ પુરુષવેદના ઉદયવાળા કેટલાક જીવા હાય છે. આ રીતે વેદના ઉદયવાળા એ પ્રકારના જીવા થયા.
નપુસક —આ ત્રીજો પ્રકાર છે. નપુંસકવેદવાળાને સ્ત્રી અને પુરુષ બન્નેને ભેગવવાની ઈચ્છા થાય છે. એ વેદાય નગરદાડુ ખરાખર છે. એ અગ્નિ લાગ્યા પછી આખા શહેરમાં ફેલાય છે. આ રીતે કેટલાક સ્રીવેદોદયવાળા જીવેા, કેટલાક પુરુષવેદોદયવાળા જીવા અને બીજા કેટલાક નપુંસકવેદવાળા જીવે હેાય છે. આ ત્રણ પ્રકારમાં સર્વ સંસારી જીવાના સમાવેશ થઈ જાય છે. માક્ષમાં તે વેદ જ હાતા નથી.
ચતુર્વિધાઅને સર્વ સંસારી જીવે ગતિને આશ્રયીને ચાર પ્રકારના હોય છે એટલે ચારમાંથી એક ગતિમાં હાય છે. ચાર ગતિ જેને આપણે હમણાં જોઈશું તેમાં સર્વ સંસારી જીવાને સમાવેશ થઈ જાય છે.
નારક—પ્રથમ નરકગતિ. નારકીમાં દુઃખ દુઃખ ને દુઃખ જ છે. તેમાં ક્ષેત્રવેદના તે અત્યંત ગરમ અને અત્યંત ઠંડા ક્ષેત્રથી થાય છે, અન્યેાન્યકૃત વેદનામાં ત્યાંના પ્રાણીએ એકબીજા પ્રત્યે વૈર લે છે અને કઈ નરકમાં પરમાધામી નામના મહાઅધર્મી દેવતાઓ વેદના કરે છે. આ નારક નામની પ્રથમ ગતિ થઈ.
તિય ચ—આ ત્રિય ́ચની ખીજી ગતિ જાણવી. તેમાં એક, બે, ત્રણ અને ચાર ઇંદ્રિયાવાળા તથા પંચદ્રિય આકાશચર, ભૂમિચર અને જળચર સર્વ જીવાને સમાવેશ થાય છે. એવી રીતની તિર્યંચ ગતિને બીજી ગતિ કહેવામાં આવે છે.
માનુષ–મનુષ્યા. આ ભરતક્ષેત્ર જેવાં પંદર કર્મભૂમિનાં ક્ષેત્ર છે અને અકર્મભૂમિનાં ત્રીસ ક્ષેત્ર છે અને છપ્પન અંતદ્વીપા છે. આ ત્રીજી મનુષ્યગતિમાં ગર્ભજ કે સમૂôિમ મનુષ્ય થવું, તે ત્રીજી ગતિ છે.
દેવા—આ દેવતાના મુખ્ય ચાર પ્રકાર છે. જીવનપતિ, વ્યંતર, જ્યાતિષી અને વૈમાનિક. ભુવનપતિ અને વ્યંતરના સ્થાન નીચે પાતાળમાં છે અને જ્યાતિષી અને વૈમાનિકનાં સ્થાને ઊપર-ઊંચે છે. એમાંથી કોઇપણુ દેવ થવું તે ચેાથી દેવ ગતિ બતાવે છે.
આ ચારમાંથી કોઇપણ એક ગતિ પ્રાણી પામે છે. તેથી સંસારી જીવોના ચાર પ્રહાર પડી શકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org