________________
૫૦૩ રાજકથા અને દેશકથાને અંગે આ જીવ પૈતાના મુખ પર ચેકડું જ રાખતા નથી. એ તે સાંભળેલી વાત સાચી છે કે નહિ તેની તપાસ કર્યા વગર ચલાવ્યે જ રાખે છે, આમાં પિતાની શક્તિને મોટો દુર્વ્યય થાય છે તે પ્રાણી વિચારતું નથી અને શક્તિની કિંમત શી છે તે જાણતા નથી અને પિતાનું ન ચાલે, ન ઉપજે તે પણ બલબલ કરે જ છે. આ સર્વ પદ્ધતિ તજવાયેગ્ય છે.
રાજસ્થા–દેશકથા પ્રાણી કર્યા જ કરે છે અને પિતાની નવરાશને વખત જે આત્મચિંતન કે તત્વચિંતનમાં ગાળ જોઈએ તેને બદલે નકામી રાજકથામાં પસાર કરે છે, આ બેટી રીતિ છે અને તેના પર જેટલું જલદી અંકુશ આવી જાય એટલે પ્રાણીની શક્તિને દુર્વ્યય થતું અટકે છે. આ રાજકથા અને દેશકથાની વાત થઈ પણ તે ઉપરાંત પ્રાણી કથા પણ નવરાશને વખતે ખૂબ કરે છે. અમુક સ્ત્રી શંખણી જેવી છે ને અમુક સ્ત્રી વઢવાડ કરનારી છે, અને અમુક સ્ત્રી હાથી જેવી ચાલે છે અને કુટડી છે, બહુ બટકબેલી છે અને અમુક સ્ત્રી ચાલવામાં છપ્પરપગી છે અને કપડાં પહેરવામાં આછકડી છે અને એવી એવી વાતે કરવામાં પ્રાણ પિતાને સમય પસાર કરે છે. ગ્રંથકાર કહે છે કે એ જ સમય જે પ્રાણી તત્ત્વચિંતન કે આત્મિક જ્ઞાન મેળવવામાં પસાર કરે તે તેનું સારું થઈ જાય. આ ખૂબ ધ્યાન આપવા જેવી વાત છે.
અને પ્રાણી ભેજનસંબંધી પણ અનેક કથા કરે છે. અમુક નાતમાં સુરતથી શાક મંગાવ્યા, અમુકને ત્યાં તૈયાર કરેલ વસ્તુઓ ખૂટી, આજે અમારે ત્યાં શીરે, બીરંજ કર્યા હતાં કે પાપડીનું શાક કર્યું હતું. એ શાક લઈને તેને સમારતાં અગિયાર વગાડશે અને દરમ્યાન પણ અનેક ગામગપાટા મારશે. આવી ભેજનકથામાં પણ કાંઈ સાર નથી. તે સમયને દુર્વ્યય છે અને પ્રાણીને દુર્ગતિ કરાવી અંતે તેને ખરાબ ગતિમાં બ્રામણ કરાવનાર છે.
માટે પ્રાણીએ રાજકથા, દેશકથા, જનકથા કે સ્ત્રીકથા કરી નકામે વખતને દુરુપયોગ ન કરે ઘટે, પણ જ્યારે જ્યારે સમય મળે ત્યારે આત્મચિંતન કે તત્વચિંતન કરવું જોઈએ. આ ચારે કથાઓ તે અનર્થદંડની છે, નકામી અને કાંઈ અર્થ ન સરે તેવી અને વખતને દુર્વ્યય કરાવનારી છે. સમજુ માણસ એ ચારે કથા ન કરે. ત્યારે માણસે કરવું શું?
જે કે કથા કરવાની કે બોલવાની જરૂર નથી તે પણ બેલિવું જ હોય તે આ પ્રકરણમાં આપેલ આક્ષેપણું, વિક્ષેપણી, સંદિની અને નિવેદિની એ ચાર કથાઓ કરવી. એ ચારે કથાને આશય આત્માની ઓળખાણ અને સંસારની પિછાન આપવાનું છે. એ ચારે કથા કેવી હોય તેની વ્યાખ્યા આ પ્રકરણમાં કરવામાં આવી છે. તે ચારેમાં આશય સંસાર સ્વરૂપની વિચારણા કરવાને છે અને સંસાર ખરેખર કે છે તેને ખ્યાલ આપનાર તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org