________________
પ્રશમરતિ વિવેચન સહિત
५०२
અને દુઃખમાંથી બચાવ પણ કરે છે. આવું નિરવવ વચન તે શ્રી તીર્થંકરો જ ખાલી શકે. તીર્થં’કરનાં વચન તે જ જાતે શાસ્ત્ર છે એમ કહેવામાં કોઈ જાતના વિરાધ-વાંધા નથી. આ રીતે શાસ્ત્ર કોને કહેવાય અને તીર્થંકરનાં વચના કેવી રીતે શાસ્ત્ર છે તે વાત સ્પષ્ટ કરવા સાથે આવા પ્રકારની તીર્થંકરના વચનની કથા કરવી એમ જણાવી આ અધિકાર પૂર્ણ કર્યા. (૧૮૮)
આ રીતે આ કથાના નાના અધિકાર પૂર્ણ થાય છે. એમાં ઘણી મહત્ત્વની વાત કરી. અત્યાર સુધીની આપણી સમજણમાં આપણે ચાર પ્રકારની સુકથાની વાત જાણી ન હતી. એ ચારે પ્રકારો જણાવી આપણને કથા કહેવાના રસ હોય તે તે પ્રકારની કથાએ કરવી એમ જણાવે છે. એ ચાર પ્રકારો ઉપર જણાવવામાં આવ્યા છે, એ જાતની કથા કરવામાં કોઈ પ્રકારના વાંધે નથી,
અને સાથે કહ્યું કે દુષ્કથા ન કરવી. નદીકાંઠે બેઠા છીએ અને એક હતા રાજા અને એક હતી રાણી-એવી એવી વાત કરવી, એક કહેવા માંડેલ કથા દિવસેા સુધી ચલાવવી અને તે રસ આવે તેવી રીતે મૂકવી, એ બધુ નિરક છે. તે રાજા હતા તેમાં આપણે શું? અને રાણી હતી તે હતી. આવા નકામાં ટાયલાં કરવાં અને મહામુસીબતે મળેલ સારા વખત વાપરી નાખવા અને બગાડવે તે આપણને ઘટતું નથી.
અને આ કાળમાં છાપા-ન્યુસપેપરાએ ભારે નુકસાન કર્યું છે. આપણને જરૂરી ન હાય તેવી અનેક વાતો અને દેશદેશના સમાચાર તેમાં આવે છે. તે સ` વાંચવામાં દરેક માણસને સમય ઘણુા જાય છે. તે કાં તેા રાજકથામાં આવે છે અથવા દેશકથામાં આવે છે. એ રીતે સમયને વેડફી નાખવે એ આપણને પાલવે નહિ. સમાચાર જાણુવા પૂરતાં છાપાં બહુ ઝપાટાબંધ વાંચી જવા અને સમયના દુર્વ્યય ન થવા દેવે. ઉપરાંત, કલ્પિત વાતમાં આપણા હલકે સ્વભાવ હોય તેા પાસાય છે અને તેવી નજીવી વાતામાં આપણા સમય પસાર થાય છે. રાજદ્વારી વાતેમાં પણ ઘણા સમય પસાર થઈ જાય છે. અમુક પ્રધાને રેશનની જાહેરાત કરી અને અમુક પ્રધાને પોતાના સગાને અમુક જગા આપી કે ફલાણા પ્રધાને જે પેાલીસી જાહેર કરી તે તેના પોતાના હિતની હતી, પ્રધાનના અમુક વેપારમાં ભાગ હતા અને ચાક્કસ વેપારીને તેણે ક્રી જનરલ લાઇસેન્સ (પરવાના) આપવામાં મહેરબાની બતાવી અને અમુક પ્રધાનમ`ડળ નબળું છે, આવી આવી વાત કરવામાં માણસ પોતાના સમય વેડફી નાખે છે. એમાં એનું જરા પણ ઉપજતું નથી, પણ વાતા કરવાની જ ટેવ પડી હોય છે. મુલમતીતિ વજ્યમ્ ‘માઢું છે, માટે ખેલવું તા જોઈએ જ' એમ મુખની ચળ પ્રાણી ઘણી વખત ઉતારે છે અને તેના ખેલવાનું કાંઈપણ્ પરિણામ આવતું નથી, પણ એ તે ખેલીને નકામેા સમય પસાર કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org