________________
તે
.
પ૦૭.
ની દરેક બાબત ઘણાં દષ્ટિબિંદુથી વિચારશે અને આ જીવનને સફળ બનાવશે. આમાં રસ ન પડે તે પણ સમજશે. રાજાની વાર્તા જેવો આમાં રસ ન પડે તે તમારું દુર્ભાગ્ય છે એમ માનશે, પણ આ મળેલી તકને ન ગુમાવશે.
આટલે ચાલુ ઉપઘાત કરી આપણે ગ્રંથકર્તાએ કરેલી અગત્યની વાતને સમજવા પ્રયત્ન કરીએ અને આપણને મળતી તક એના ચિંતનમાં ગાળીએ. વધારે ટીકા પ્રાંત ભાગ ઉપર મુલતવી રાખી આપણે ગ્રંથને આગળ વિસ્તારીએ. અત્યારે આટલી પ્રેરણું જ જરૂરી છે. બાકી ચાખ્યા વગર વસ્તુ ન જણાય અને સમજ્યા વગર જ્ઞાન ન થાય. તેથી વધારે પ્રસ્તાવના ન કરતાં એનું ચિંતન કરવાની સૂચના કરી આપણે ગ્રંથચિંતનના અતિ મહત્ત્વના કામમાં પડી જઈએ.. નવતરવનાં નામ
जीवाजीवाः पुण्यं पापास्रवसंवराः सनिर्जरणाः ।
बन्धो मोक्षश्चैते सम्यक चिन्त्या नव पदार्थाः ॥१८९॥ અથ–જીવ, અજીવ, પુણ્ય, પાપ, આવ, સંવર, નિજર, બંધ, મોક્ષ એ. નવ પદાર્થોને સારી રીતે વિચારવા. (૧૮)
વિવરણ–આ શરૂઆતની ગાથામાં નવતત્વનાં નામ માત્ર જણાવ્યાં. એની વિગતે હવે પછીની ગાથામાં આવવાની છે, ત્યાંથી તે વિચારવી. પુણ્ય અને પાપ અનુક્રમે સારા અનુભવ અને ખરાબ અનુભવના કારણ રૂપ શુભ અને અશુભ કર્મો છે. એટલે પુણ્ય અને પાપને “બંધ” તવમાં સમાવેશ થઈ જાય છે. તેથી અનેક વિચારકેને મત છે કે પદાર્થો તે માત્ર સાત જ ગણવાના છે. આ સાત કે નવ પદાર્થોનું ચિંતન કરવું. આ નવ તત્વે પર ઘણી બાબતે અન્ય ગ્રંથમાંથી કહેવાની હોવાથી અહીં તે પર વિવેચન કરતા નથી, ગ્રંથકાર પિતે જ વિવેચન કરે છે. જરૂર હશે ત્યાં અન્ય અભ્યાસીઓના વિચારો જણાવવામાં આવશે. અહીં તે માત્ર નવ તરાનાં નામ જાણી તેનું સતત ચિંતન કરવા અભ્યાસ પાડવાની વાત જણાવી. આ તત્વચિંતન જરૂર કરવું, કારણ કે તે ખરું સાથે આવનાર તે એ જ છે. (૧૮૯) પ્રથમ જીવતત્વને સમજવું– ____ जीवा मुक्ताः संसारिणश्च संसारिणस्त्वनेकविधाः ।
लक्षणती विज्ञेया द्वित्रिचतुष्पश्चषड्भेदाः ॥१९०॥ અર્થજી મોક્ષમાં ગયેલા અને સંસારી છે. સંસારી છે અનેક પ્રકારના છે. તેઓ લક્ષણથી બે, ત્રણ, ચાર, પાંચ અને છ પ્રકારના હેય છે. (૧૦)
'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org