________________
પ્રશમરતિ વિવેચન સહિત યથા જનની-માતાને શબ્દ સાંભળે ત્યારે જેમ બાળકનાં કાન તથા મન આનંદિત થાય છે તેમ કથા સાંભળીને પ્રાણીનાં કાન અને મન હરખાય છે.
આપણને ઉન્નત માગે લઈ જતી કથાના ચાર પ્રકારમાંથી બે પ્રકાર આપણે જોયા. હવે આપણે સુકથાના બીજા બે પ્રકારે વિચારીએ. (૧૨) બીજી બે સુસ્થાઓ અને ચાર તજવા ચોગ્ય કથાઓ
संवेदनी च निर्वेदनी च धा कथां सदा कुर्यात् ।
स्त्रीभक्तचौरजनपदकथाश्च दूरात् परित्याज्याः ॥१८३॥ અ—ખેદ આવે, નરકાદિનાં દુખે સાંભળી પ્રાણી કામગાદિથી અટકે તેવી ત્રીજી સંવેદની સુથા સમજવી. અને ચારે ગતિનાં દુઃખે સાંભળી સંસાર પર, ભવ પર કંટાળે આવે તેવી સુકથા તે ચોથી નિર્વેદની સુથા જાણવી. આ ચારે કથાઓને નિરંતર કરવી અને સ્ત્રીસંબંધી (કામગની), ભેજનની, ચેરની અને લેકે સંબંધી કથાઓને દૂરથી તછ દેવી. (૧૮૩) .
વિવરણ-હવે બીજી બે પ્રકારની સારી કથાઓને પ્રથમ જણાવે છે. એ બે સુકથાઓ અને આગલી ગાથામાં કહેલી બે મળીને ચાર કથાઓ કરવા યોગ્ય છે.
સંવેદની–નરકનાં દુઃખો એવી આબાદ રીતે એમાં વર્ણવાય કે પરસ્ત્રીલંપટ માણસે પરસ્ત્રીથી દૂર થઈ જાય અને સ્ત્રી સાથેના કામોને પણ એવી રીતે વર્ણવવામાં આવે કે માણસ બ્રહ્મચર્ય ધારણ કરે. આવી રીતે કથા કહેવામાં કસબ છે, યુક્તિ છે અને શ્રોતાનાં મન પર તે સીધી અસર કરે છે. પરદા રાગમન કરનારને લેઢાની લાલચળ પૂતળી સાથેના આલિંગનની વાત કરે અને એવી પીડાઓ પરમધાર્મિક આપે છે તેનું સરસ રીતે અસરકારક વર્ણન કરવામાં આવે, તે સાંભળીને પ્રાણી પરસ્ત્રીગમન છોડી દે છે. વિધવા, વેશ્યા, કુમારી એ સર્વને પરદાનામાં સમાવેશ થાય છે. પોતાની પત્ની સાથેના કામગને પણ આ ત્રીજા પ્રકારની કથા કહેનાર એવી ભાષામાં અને એવા દાખલાઓથી વર્ણવે કે જે સાંભળી પ્રાણી બ્રહ્મચર્ય ધારણ કરે. આ સંવેદની નામની ત્રીજી સુથા જણાવી.
નિર્વેદની–સંસારની ચારે ગતિમાં દુઃખ છે. નરકમાં તે ઉપર જણાવ્યું તેવું દુઃખ અને દુઃખ જ છે. તિર્યંચ ન બોલી શકે, ન વિચારે જણવી શકે, ન પિતાની જરૂરિયાત રજૂ કરી શકે, તથા ટાઢ, તડકા, વરસાદ સહન કરવો પડે, મહીં બાંધીને માર ખાવા જેવી અનેક યાતનાઓ સહેવી પડે, મનુષ્ય ગતિમાં શેઠના હોંકારટુંકારા ખાવા, ખુશામત કરવી અને દાસદાસી તરીકે અનેક પ્રકારના ફાંટાદાર હુકમે ઉઠાવવા, દેવગતિમાં બીજા વધારે સારા દેવતાને ઉત્કર્ષ જોઈ અસૂયા કરવી અને મરવા પહેલાં છ માસમાં અશુચિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org