________________
યતિક્રમ
૪૮૯
આ જીવનમાં ચીવટ જેવી કોઈ ચીજ નથી. એક વાતને જો ચીવટથી પકડી લેવામાં આવે તે અંતે ચીવટને પરિણામે તે જરૂર પ્રાપ્ત થાય છે, પછી એમાં દંભ ચાલતા નથી, દેખાવ માત્ર થતા નથી અને ચીવટને લઇને તેને ગમે તેટલી મુશ્કેલીએ પણ પ્રાપ્ત કરવા ઇચ્છા થાય છે. તેથી ચીવટ એ ઘણી સારી વાત છે.
ઉપરછલ્લા આધ તે નકામા છે. એક વિષયમાં પારંગત થત્રા માટે તેના ઊંડા અભ્યાસની જરૂર છે. પાકા અભ્યાસે ઘણા સ્પષ્ટ રસ્તે થઈ જાય છે અને તેમાંથી પાછા કરવાનું બનતું નથી. એ રીતે પ્રગતિ કરતાં આગળ આગળ વધતાં આપણું જે પ્રાપ્તવ્ય છે તેને મેળવાય છે અને પ્રાપ્ત કરવા યેાગ્ય તા મેક્ષ જ છે, એમાં બેમત પડે તેમ નથી. આ પ્રાપ્તવ્ય મેળવાય ત્યાં સુધી આપણા પ્રયત્ન ચાલુ રહેવા જોઇએ.
એ મુક્તિપ્રાપ્તિ માટે આ દશ યતિધર્મના અમલ અનિવાર્ય છે. તેથી મેાક્ષ મેળવવાનું જેનું સાધ્યું હોય તેમને માટે આ યતિધર્માં બહુ ઉપયાગી વાત છે અને અનિવાર્ય હકીકત છે. જેને શાશ્વત સુખ પ્રાપ્ત કરવું હાય તેણે યતિધર્મોને આદરવા અને સમજવા. આટલી મોટી મહત્તા યતિધર્મોમાં જ છે તેમ જાણી તેમને અપાયલા આ કેન્દ્ર સ્થાનને વાસ્તવિક કરવું અને બને તેટલા પ્રયત્ન કરી તેમને સમજીને સ્વીકારવા.
જે તેમને સ્વીકારશે તે અંતે અનંત સુખમય માંગલિક માળાને પ્રાપ્ત કરશે. આવા દશ યતિધર્મી. છે.
Jain Education International
।। તિવૃતિધર્મપ્રજામ્ ॥
For Private & Personal Use Only
www.jainelibrary.org