________________
મંગાવ્યાં અને ફેણી ખંભાતથી મંગાવી. હવે એમાં તારે શું? તેમ જ ફલાણાએ બાપનું ઉત્તરકાર્ય ન કર્યું અને આજે ભજનમાં બે શાક હતાં અને કાલે ત્રણ હતાં એવી એવી વાતે કરવાથી કોઈ જાતને લાભ થતું નથી. આ ભજન સંબંધી કથાને સમજુ માણસ ત્યાગ કરે.
સ્ત્રીઓ સંબંધી હલકી વાતે કરવી, અમુક સ્ત્રીની ચાલ વડવી અને અમુક સ્ત્રીની આંખ અવગણવી અને પોતે ડાહ્યાડમરા થઈ તે પર ફેસલા આપવા મંડી જવું એ અયોગ્ય છે. માણસ સ્ત્રીઓ સંબંધી વાત કરતી વખતે એટલે પહેળે લાંબો થઈ જાય છે કે તે સંબંધી અભિપ્રાય આપવાની પણ ધૃષ્ટતા કરે છે અને સ્ત્રીઓની વાતમાં એટલે રસ લે છે કે એ વગર લેવેદેવે અનર્થદંડ કરી વખત પસાર કરે છે અને જે કરવાનું છે તે કરતું નથી. આ ચારે પ્રકારની કથાઓ : રાજકથા, દેશકથા અને સ્ત્રીકથા તથા ભેજનકથા વિકથા કહેવાય છે. ચારે પ્રકારની કથાને ત્યાગ કરે 5 છે, જીભ પર અંકુશ રાખવા ગ્ય છે, જીભને તાળું લગાડવા યોગ્ય છે.
આવી ચારે કથાઓ અથવા તેમાંની એક પણ કરવા યોગ્ય નથી. હવે કેવી કથા કરવા યોગ્ય છે તે પણ આપણે વિચારી જઈએ. એટલે આપણી શક્તિને દુર્વ્યય થત અટકે અને આપણું સાધ્ય બરાબર રીતે જળવાય.
આ તે અનર્થદંડની, નકામી ત્યાગવા ગ્ય કથાઓની વાત કરી. હવે કરવા જેવી કથાઓની વાત કહીએ. એ સુંદર કથા, કરવા ગ્ય જાતિની, ચાર પ્રકારની છે.
પ્રથમની કથાને આક્ષેપણ કથા કહેવામાં આવી છે. લેકને પોતાની તરફ આકર્ષિત કરે, અભિમુખ કે સન્મુખ કરે તે આક્ષેપણું કથા. આ કથાથી લેકે ધર્મસમુખ વળતા થઈ જાય છે અને ધર્મપાલન કરે છે. આવી ધર્મસન્મુખ કરનારી કથાઓ, પ્રસંગો કે વ્યાખ્યાનને આક્ષેપણુ કથા કહેવામાં આવે છે. તમે સારું વ્યાખ્યાન કરનાર કે સારા જીવને કથા કરતાં સાંભળ્યું હોય તે તે માણસને ધર્મસન્મુખ બનાવી દે એવી કથા વાર્તાઓ કરે છે. તેઓની વાતથી લેકે ધર્મ પામે છે અને ચોમેર ધર્મને કે વાગે છે. એવી કથા કરવા યોગ્ય કથામાં પ્રથમ સ્થાને બિરાજે છે.
જે ભેગસન્મુખ થતા પ્રાણીઓને પાછા વાળે તે તેમ જ અન્ય ધર્મ તરફ જતા લેકેને પાછા લઈ આવે, પરધર્મમાં જતાં રોકે તે ધર્મરુચિને વધારનારી કથા વિક્ષેપણ કથા કહેવાય છે. સમ્યગદર્શનથી વિપરીત માર્ગ હોય તે માગે ન જવાનું કહેવાવાળી સરસ સુંદર કથા તે વિક્ષેપણ કથા બીજા પ્રકારની કહેવાય. વાત કરે તે એવી સારી રીતે કરે કે લેકો ધર્મસન્મુખ થાય, સમ્યગ્ર માર્ગ સિવાય કઈ રસ્તે ચઢી ન જાય. એ એવા દાખલા, દુષ્ટતે આપે કે અન્ય ધર્મનું સહેજ પણ ખેંચાણ હેય તે તે બંધ થઈ જાય અને બીજા કોઈ પણ ધર્મમાં તેમને મજા નથી એમ લાગે. આવી પરધર્મ તરફ જવામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org