________________
૪૮૮
પ્રશમરતિ વિવેચન સહિત શૌચ, અકિચનતા અને બ્રહ્મચર્ય. આ દશ યતિધર્મો આપણે એકવાર ગણાવી ગયા છીએ. એ યતિધર્મો બરાબર મધ્યમાં કેન્દ્રસ્થાને આવે છે અને તે યતિ–સાધુને તે જીવન સમાન છે, અને શ્રાવક કે અન્ય પ્રાણીઓ વડે તે બની શકે તેટલા આરાધવા યોગ્ય છે. શ્રાવક તે એની ભાવના કરે, એ સ્થિર કરવાને અને પ્રાપ્ત કરવાને ઉદ્દેશ રાખે તે જ એનું શ્રાવકપણું બન્યું રહે, કારણ કે દશ પ્રકારના યતિધર્મો જૈન શાસ્ત્રને સાર છે, અને ખૂબ શાંતિ આપનાર હોઈ ખાસ આરાધવા લાયક છે. એને વિસ્તીર્ણ શાસ્ત્ર મહા
વમાંથી તારવી કાઢેલા છે અને તે પ્રત્યેક ખૂબ વિચાર માગે છે અને શાસ્ત્રના સારરૂપ હોઈ વિશેષ કરીને આદરવા યોગ્ય છે. એની આરાધના સારી રીતે કરવાથી મનમાં અવનવી શાંતિ આવશે અને આનંદ થશે. તેટલા માટે આ યતિધર્મો પર ખૂબ વિચાર કરે અને તેમને સ્વીકારવા અને તેમને અમલ કરવા નિર્ણય કરે. એ નિર્ણયમાં જેટલું અંશે પરિપાલન થશે તેટલું વ્યવહારપણું દીપી નીકળશે અને પરિણામે તે અપરંપાર લાભ થશે. સામાન્ય નિયમ એવો છે કે શ્રાવકપણે જે બનાવી રાખવું હોય તે આ દશે પ્રકારના યતિધર્મોને આદરવાની ભાવના રાખવી.
એકલા સમજવાથી કાંઈ વધારે લાભ થતું નથી, પણ તેને અમલ કરવાથી આ - ભવની ભાવઠ ભાંગે છે અને અત્યારની એક ખાડામાંથી બીજામાં પડવાની રીત દૂર થઈ
ભારે આનંદ થાય છે. - એથી આ દશ યતિધર્મોને અમલમાં મૂકવા બની શકતે પ્રયત્ન કરો અને તેમ બની શકે તેવું ન હોય તે તેને આદર્શ તે કાયમ કરે જ. આદર્શને યંગ્ય સ્થાને રાખવાથી પણ ઘણું કુણુશ પ્રાપ્ત થશે અને આ ભવે નહિ તે આગળ જતાં ભવાંતરે પણ તે ઉદયમાં આવશે. એ જ આદશને મહિમા છે. જેને આપણે આદર્શ સ્થાને રાખીએ તે મેળવવા આપણે સદૈવ જાગૃત રહીએ અને અંતે તેને લીધે જ રહીએ. જે
આદર્શ હોય તે કદાચ અત્યારે ન મળે તે પણ અંતે વહેલામેડા આપણે આદર્શને પ્રાપ્ત કરવાના. આ વાત ચોક્કસ છે, માટે શુદ્ધ આદર્શ રાખ.
બાકી લોકોમાં અનેક છાતી કાઢી બેટ દેખાવ કરવા કરવા પ્રયત્ન કરે છે, અનેક જાતના ધાંધલે ટૂંક જીવન માટે કરે છે, અનેક કુકર્મો કરે છે, કાળાબજાર કરે છે અથવા કરવાની સલાહ આપે છે. તેઓને કઈ રીતે બચી જવાને આરે આવે તેમ લાગતું નથી. જે સંસારથી ખરેખર વિરાગ આવ્યું હોય તે આ યતિધર્મોને સમજવાને અને સમજીને આદરવાને એક જ રાજમાર્ગ છે. એમાં અનેક ભયસ્થાને છે, પણ તેથી ગભરાવાનું નથી. ભયસ્થાન તે કોઈ પણ સારા માર્ગમાં હોય જ. એ ભયસ્થાન છે તેથી તેને છે દેવાનું કે તેના તરફ પરાડુ-મુખ થવાનું ન જ પાલવે. માટે ચીવટથી એ યતિધર્મ સ્વીકારવા, તે બને તે આદરવા અને ન બને તે તેને આદરવાની ભાવના તે જરૂર રાખવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org