________________
૪૮૮
પ્રશમરતિ વિવેચન સહિત મોક્ષમાં જવામાં આડે આવનારની સામા યતિધર્મો શસ્ત્ર તરીકે કામ કરે છે. આ રાગદ્વેષ અને મેહને બરાબર ઓળખવા જેવા છે. એ સાંસારિક પૌગલિક ચીજે તરફ આકર્ષણ કરાવી અને કઈ કઈ વ્યક્તિ કે વસ્તુઓ તરફ હેવ કરાવી પ્રાણીને મૂંઝવી નાખે છે અને તેને આ સંસારમાંથી ઊંચે આવવા દેતા નથી. સંસારના એ ખરેખરા પાયા છે અને એના ચક્કરમાં પ્રાણ પડે પછી તે એવો મહિમાં મૂંઝાઈ જાય છે કે એ કદી ઊંચે જ આવતે નથી. તેથી આ રાગ, દ્વેષ અને મહિને વશ કરનાર આ દશે યતિધર્મોને બરાબર સમજવા અને પછી આદરવા અને તેમને અભ્યાસ કરે અને તે જીવવાની પદ્ધતિ પાડવી. આ દશે યતિધર્મ અતિસુંદર પ્રતિશસ્ત્ર છે. (૧૭૯) યતિધર્મો બહુ સરસ ફળ આપે છે–
ममकाराहंकारत्यागादतिदुर्जयोद्धतप्रबलान् ।
हन्ति परीषहगौरवकषायदण्डेन्द्रियव्यूहान् ॥१८०॥ અર્થ–મારાપણું અને હુંકારનો ત્યાગ કરીને, અતિ મુશ્કેલીએ જીતી શકાય તેવા, હુલેલકૂલેલ તેમ જ ઊંચે ચઢી ગયેલ અને જાતે ઘણુ બહાદૂર એવા પરીષહ, ગારવ (દ્ધિ, રસ ને શાતા), મન-વચન-કાયાના પેગ અને ઇન્દ્રિયે એ સર્વને સાધુપુરુષે કાપી નાખે છે, હણી નાંખે છે, દૂર ફેકી દે છે. (૧૮)
વિવેચન—આ ગાથામાં યતિધર્મનું ખૂબ માન વધાર્યું છે અને તે જરૂર આચરવાયોગ્ય છે એમ દલીલથી બતાવ્યું છે. આ ગાથામાં કહેલ વાત બહુ ધ્યાન રાખીને સમજવા અને આચવાયેગ્ય છે. દશ યતિધર્મોને સમજવાની બાબત જેવી તેવી નથી. એ મનનપૂર્વક સમજીને આચરવાયોગ્ય છે.
| મમકાર–આ મારું છે. અંતે સર્વને છેડવાનાં છે છતાં તેમને પિતાનાં માને છે. આ મારાપણાને ત્યાગ કરવાથી શું થાય છે તે નીચે જઈશું.
અહંકાર–આ દુનિયામાં હું માટે માણસ છું, અનેકને પૂછવા સલાહ લેવા યોગ્ય છું. અથવા મારું કુળ ઘણું ઊંચું છે અને મારી બુદ્ધિ ચાલે તેટલી કેઈની નજર પહોંચતી નથી, અથવા મારી પાસે પૈસા છે તેટલા કોઈ પાસે નથી એ કોઈપણ બાબતને ગર્વ કર, અભિમાન ધરવું. આ મારાપણું અને અભિમાન એ ખાસ તજવા
યોગ્ય છે.
દય—આપણે જે શત્રુઓને જીતવાના છે તેમને જીતવા બહુ મુશ્કેલ છે. એવા દુશ્મનોને જીતવા માટે અને તેઓ પર વિજય મેળવવા માટે પ્રબળ દ્ધાઓ જોઈએ. દુમિને કોણ કોણ છે તે હવે જણાવશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org