________________
પ્રશમરતિ વિવેચન સહિત તે સર્વને બાહ્ય તપમાં સમાવેશ થાય છે. આ સંબંધમાં બીજા ગ્રંથકાર શું કહે છે તે આપણે જોઈએ. તે દ્વારા આપણે આ આઠમા યતિધર્મને બરાબર ઓળખીએ. નવતત્ત્વ ટબાકાર લખે છે કે “પહેલું અનશન તપ તે આહારને ત્યાગ કરો. તેના બે ભેદ છેઃ એક ઈવર અને બીજે યાવત્રુથિક. તિહાં છેલ્લા તીર્થકરને વારે છઠ્ઠ અડ્ડમાદિથી માંડીને છમાસી પર્યત અનેક વિધિએ જે નિયમપૂર્વક અશન(ખાવા)ને ત્યાગ કરે તે ઈત્વર અનશન કહીએ અને યાવન્કથિક તે યાવતજીવન અનશન ત્રણ રૂ૫. તેના બે ભેદ છે એક પાદપિપગમન અને બીજુ ભત્ત પચ્ચખાણ. એ બંનેના વળી નિહારિમ અને અનિહારિમ એ બે ભેદ છે. અનશન કર્યા પછી શરીરને બહાર કાઢવું પડે તે નિહારિમ અને અનશન કર્યા પછી તે જ સ્થાનકે રહેવું, પરંતુ શરીરને બહાર કાઢવું ન પડે, ગુફાદિકમાંહે જ રાખવું પડે તે અનિહારિમ. બીજુ ઊણે દરિકા તપ તે અશન પ્રમુખની ન્યૂનત કરવી, તેને પણ બે ભેદ છે એક દ્રવ્યથી અને બીજું ભાવથી. તેઓમાંના દ્રવ્યથી ઊણોદરીને બે ભેદ છે–એક ઉપકરણની ન્યૂનતા કરવી, બીજું ભાત પાણીની ન્યૂનતા કરવી. તથા ભાવથી ઊોદરી તે રાગાદિક ક્રોધાદિક અલ્પ કરવા, એટલે ક્રોધાદિકની ન્યૂનતા કરવી. ત્રીજું વૃતિસંક્ષેપ તપ. તેના ચાર ભેદ છે. એક દ્રવ્યથી, બીજુ ક્ષેત્રથી, ત્રીજું કાળથી અને ચેથું ભાવથી. એ ચાર પ્રકારે વૃત્તિ એટલે આજીવિકા, તેને સંક્ષેપ કરે એટલે અભિગ્રહ કરવા, નિયમાદિક ધારવા. એથું રસત્યાગ તપ. તે નવી તથા આંબિલાદિકનું કરવું, વિગયાદિક રસને ત્યાગ કરવો. પાંચમું કાયલેશ તપ. તે લેચાદિક કષ્ટનું સહન કરવું, કાયેત્સર્ગ કરવો તથા ઉત્કટાદિક આસનનું કરવું. છઠું સંલીનતા તપ એટલે અંગે પાંગાદિકનું સંવરવું, ગોપન કરવું. તેના ચાર ભેદ છે. પહેલું ઈદ્રિયસલીનતા, બીજુ કષાયસંલીનતા, ત્રીજુ વેગસંલીનતા અને એથે વિવિક્તચર્યાસંલીનતા એટલે એકાંત વસ્તીએ રહેવું.
એ રીતે એ છ પ્રકારનું બાહ્ય તપ. તે સર્વથી અને દેશથી એવા બે ભેદે જાણવું. જે કષ્ટને મિથ્યાત્વીએ પણ તપ કરી માને છે, જેને લેક પણ દેખી શકે છે, જેથી કષ્ટ ઘણું અને લાભ અલ્પ થાય અને બાહ્ય શરીરને તપાવે તેથી એ છ પ્રકારનું બાહ્ય તપ છે. શ્રીમદ્દ યશોવિજયજી ઉપાધ્યાય યતિધર્મબત્રીશીમાં નીચે પ્રમાણે જણાવે છે:
મધવ, અજવ, મુનિ, તપ પંચ ભેદ ઈમ જાણ; તિહાં પણ ભાવનિયંઠને, ચરમ ભેદ પ્રમાણે. ઈલેકાદિક કામના, વિષ્ણુ અણસણ સુખગ;
શુદ્ધ નિજર ફલ ક, તપ શિવસુખ સંજોગ આ પ્રમાણે હકીક્ત તે વિદ્વાને કહી છે. હવે આપણે પંન્યાસ ગંભીરવિજયકત દશયતિધર્મ પૂજામાંથી તેઓ “શ્યામ બ્રહ્મ સુફંકર લખ રી” એ દેશમાં ગવાતી પાંચમી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org